હૈદરાબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' રિલીઝના છઠ્ઠા દિવસે આવી ગઈ છે. આ ફિલ્મ ગત તારીખ 29 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પાંચ દિવસની સફર પૂર્ણ કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે 9 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, જે અપેક્ષા કરતાં વધુ હતી. ફિલ્મની પાંચમા દિવસની કમાણી સામે આવી છે. ફિલ્મે છેલ્લા ચાર દિવસમાં 38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
Box Office Collection: કાર્તિક-કિયારાની ફિલ્મનો જાદુ ઓસરવા લાગ્યો, જાણો ફિલ્મની કુલ કમાણી - સત્યપ્રેમ કી કથાનું બોક્સ ઓફિસ કલેક્શન
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' તેના પહેલા સોમવારે બોક્સ ઓફિસ પર ઠંડી પડી ગઈ છે. ફિલ્મના પ્રથમ દિવસની કમણી 9 કરોડથી પણ વધુ હતી. હવે આ ફિલ્મ છઠ્ઠા દિવસે ચાલી રહી છે. કાર્તિકની ફિલ્મે પાંચમાં દિવસે પ્રથમ દિવસની તુલનાએ ખુબ જ ઓછી કમાણી કરી છે.
પાંચમાં દિવસની કમાણી: ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' તેના પહેલા સોમવારે તારીખ 3 જુલાઈએ નબળી સાબિત થઈ હતી. ફિલ્મે પાંચમા દિવસે પ્રથમ દિવસની કમાણી કરતા ઓછી કમાણી કરી છે. 'સત્યપ્રેમ કી કથા'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. એવી અપેક્ષા હતી કે, ફિલ્મ તેના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં રૂપિયા 50 કરોડના આંકડાને સ્પર્શી જશે, પરંતુ ફિલ્મના પાંચમા દિવસના કલેક્શને નિર્માતાઓનો પરસેવો પાડી દીધો છે. ફિલ્મે પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર માત્ર 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મની કુલ કમાણી: ફિલ્મની 5મા દિવસની કમાણીનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મે આ પાંચ દિવસમાં સ્થાનિક થિયેટરોમાં 42 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ તેના બીજા વીકએન્ડ તરફ આગળ વધી રહી છે અને હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ શું અજાયબી કરે છે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિધ્વાંસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ઉપરાંત ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવ અને શિખા તલસાનિયા મહત્વની ભૂમિકામાં છે.