ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

SatyaPrem Ki Katha: બોક્સ ઓફિસ પર 'સત્યપ્રેમ કી કથા'નો જાદુ ઓસરી ગયો, ફિલ્મ હવે છેલ્લા શ્વાસ પર ટકી - સત્યપ્રેમ કી કથા બોક્સ ઓફિસ કલેક્શન

કાર્તિક આર્યન અને કિયાર અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની બોક્સ ઓફિસ પર કામણીમાં થયો ઘટાડો. કાર્તીકની ફિલ્મનો જાદુ 16માં દિવસે સમામ્પ થઈ થતો જણાંય છે. દર્શકો હવે જુની ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યાં નથી. હવે દર્શકોની નજર લેટેસ્ટ ફિલ્મ પર ટકી છે.

સત્યપ્રેમ કી કથા બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 16
સત્યપ્રેમ કી કથા બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 16

By

Published : Jul 15, 2023, 1:34 PM IST

મુંબઈ:બોલિવુડના સ્ટાર કાર્તિક આર્યન અને સુંદર અભિનેત્રી કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'સત્યેપ્રેમ કી કથા' હવે થિયેટરોમાં ચાલી રહી નથી. આ ફિલ્મ તારીખ 15 જુલાઈએ રિલીઝ થઈ હતી અને આજે 17માં દિવસ પર પહોંચી છે. તારીખ 14 જુલાઈએ આ ફિલ્મે 3 શુક્રવાર પાર કરી લીધા છે. 'સત્યપ્રેમ કી કથા' હવે થિયેટરોમાં છેલ્લા શ્વાસ લઈ રહી છે. 16માં દિવસની કમાણી જોઈ અનુમાન લાગે છે કે, ફિલ્મે થિયેટરોથી દુરી બનાવી રહી છે.

ફિલ્મની કમાણીમાં ઘટોડો: કાર્તિક અને કિયારાની ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે ધમાકેદાર કમાણી કરી હતી. 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મ માત્ર 2 અઠવાડિયામાં 100 કરોડ રુપિયાની કમાણી કરવામાં સફળ થઈ હતી. હવે ફિલ્મના 16માં દિવસના આંકડા બતાવે છે કે, ફિલ્મ થિયેટોરમાં વધુ સમય માટે ટકવાની નથી. તો ચાલો અહિં જાણીએ કે, કાર્તિક અને કિયારાની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મે 16માં દિવસે કેટલી કમાણી કરી અને કુલ કલેક્શન કેટલું છે.

બોક્સ ઓફિસ કલેક્શન: કાર્તિક અને કિયારાની લવ સ્ટોરી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ 16માં દિવસે 1.20 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મની કુલ કમાણી 74 કરોડ રુપિયાની નજીક પહોંચી ગી છે. આ ફિલ્મે 15માં દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 1.30 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની કમાણી ગયા સપ્તાહની તુલનાએ ઓછી થતી જાય છે. તેમ છતાં આ ફિલ્મે 2 અઠવાડિયામાં વર્લડવાઈડ 100 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો હતો.

ફિલ્મની સ્ટોરી: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની કેમેસ્ટ્રીનો જાદુ બીજી વખત જોવા મળ્યો છે. 'ભૂલ ભલૈયા 2' બાદ બીજી વાર દર્શકોને આ જોડી પસંદ આવી છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક બેરોજગાર છોકરો ઉદ્યોગપતિની દિકરી સાથે લગ્ન કરવા માટે આતુર હોય છે. લગ્ન બાદ છોકરો લાયક પતિ બનવા માટે સંઘર્ષ કરે છે. જેમાં કાર્તિક આર્યન સત્તુ તરીકે અને કિયારા અડવાણી કથા તરીકેની ભૂમિકામાં જોવા મળે છે.

  1. Chandlo Trailer: કાજલ ઓઝા-માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
  2. Katrina Kaif Birthday: કેટરીના કૈફ વિકી કૌશલ જન્મદિવસની ઉજવણી કરવા બહાર નિકળ્યા, એરપોર્ટ પર જોવ મળ્યું કપલ
  3. Ravindra Mahajani: મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું થયું અવસાન, પુણેમાં બંધ ઘરમાંથી લાશ મળી

ABOUT THE AUTHOR

...view details