મુંબઈઃલગ્ન બાદ ફિલ્મના શૂટિંગમાં પરત ફરેલી અભિનેત્રી કિયારા અડવાણી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડેશિંગ એક્ટર કાર્તિક આર્યનની તસવીર શૂટિંગ દરમિયાન સામે આવી છે. ખાસ વાત એ છે કે, આ તસવીર કાશ્મીરના સુંદર મેદાનોની છે. કિયારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બરફમાં બેઠેલી તસવીરમાં શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર કિયારા સાથે કાર્તિક આર્યનની તસવીર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Satya Prem Ki Katha Shooting: કાશ્મિરમાં 'સત્ય પ્રેમ કી કથા'નું શૂટિંગ, જુઓ કાર્તિક-કિયારાની સુંદર તસવીર - કાર્તિક આર્યનની તસવીર
બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન અને હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પરણેલી અભિનેત્રી કિયારા અડવાણી તેમની આવી રહેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગમાં વસ્ત છે. આ દરમિયાન કાશ્મીરમાં ફિલ્મ કલાકાર કિયારા અને કાર્તિકની બાળકો સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કાશ્મિરના બરફથી છવાયેલા અદભૂત દ્રશ્યો જોવા મળે છે.
કિયારા અડવાણીની તસવીર: આમાંની એક તસવીરમાં કિયારા કાર્તિકની સાથે તે ઘણા બાળકો સાથે તસવીર ક્લિક કરતી જોવા મળે છે. ભૂલ ભૂલૈયા 2 અભિનેત્રી કાર્તિક આર્યન સાથે તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગ માટે કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે પોઝ આપતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચેની તસવીર શેર કરી કરી છે. અભિનેત્રીએ તસવીરો પોસ્ટ કરી કેપ્શન સાથે ઇમોજીસ શેર કરી છે. આ દરમિયાન અભિનેત્રી કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીર શેર કરી છે. જે ખુબજ ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં કાર્તિક અને કિયારા બાળકો સાથે પોઝ આપતા જોવા મળે છે.
કાર્તિક અને કિયારાની જોડી: ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી દર્શકોને પસંદ આવી હતી. 'ભૂલ ભૂલૈયા 2'માં બંનેની કેમેસ્ટ્રી પર દર્શકોનો પ્રેમ વરસ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે, 'સત્યપ્રેમ કી કથા'માં બંનેની જોડીને દર્શકો કેટલી પસંદ કરે છે. નોંધપાત્ર રીતે અગાઉ કાર્તિક અને કિયારા સુપરહિટ હોરર અને કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'માં જોવા મળ્યા હતા, જેનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું હતું.