ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ? - સતીશ કૌશિક

તારીખ 13 એપ્રિલે દિવંગત કલાકાર સતીશ કૌશિકનો 67મો જન્મદિવસ છે. ચાલુ વર્ષે હોળી રમ્યાના બીજા દિવસે અભિનેતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. પરંતુ એક મહિલાએ ખુલાસો કર્યો હતો કે, સતીશ કૌશિકનું મૃત્યુ 15 કરોડ રૂપિયાના કારણે થયું હતું. જાણો આ ઘટનામાં કેટલું સત્ય છે.

Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ?
Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ?

By

Published : Apr 13, 2023, 9:51 AM IST

હૈદરાબાદ:પીઢ બોલિવૂડ અભિનેતા સતીશ કૌશિકનું ચાલુ વર્ષે હોળી રમ્યા પછી બીજા દિવસે તારીખ 8 માર્ચે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. સતીશ કૌશિક તેના મિત્રો સાથે હોળી રમ્યા હતા અને બીજા દિવસે સમાચાર આવ્યા કે, તેમનું અવસાન થયું છે. જ્યારે આ સમાચાર ફિલ્મી દુનિયામાં ફેલાઈ તો તેના ચાહકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે 13મી એપ્રિલે સતીશ કૌશિકનો 67મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેના ચાહકો અને પ્રિયજનોની આંખો ભીની થવાની છે.

આ પણ વાંચો:Shilpa Shetty: રિચર્ડ ગેર કિસિંગ કેસમાં મુંબઈની એક કોર્ટે આપ્યો ચૂકાદો, મળી શિલ્પા શેટ્ટીને મોટી રાહત

અભિનેતાની હત્યા: સતીશ કૌશિકે તારીખ 8 માર્ચ 2023ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. મૃત્યુ બાદ તેમની તપાસ કરવામાં આવી હતી ત્યારે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ એક મહિલાએ 15 કરોડ રૂપિયા માટે અભિનેતાની હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી દિલ્હી પોલીસે સતીશ કૌશિકના મૃત્યુ કેસની તપાસ શરૂ કરી હતી.

અભિનેતાની હત્યાનું કારણ: નોંધપાત્ર રીતે સતીશ કૌશિકે તેમના 30 વર્ષીય મિત્ર વિકાસ માલુ સાથે દિલ્હીના ફાર્સ હાઉસમાં હોળીની ઉજવણી કરી અને બીજા દિવસે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. તે જ સમયે વિકાસ માલુની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિએ 15 કરોડ રૂપિયાની લોનના કારણે સતીશ કૌશિકની હત્યા કરી હતી.

આ પણ વાંચો:Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત

મહિલાની પૂછપરછ: દિલ્હી પોલીસે મહિલાને પૂછપરછ માટે બોલાવી અને તેની પાસેથી પુરાવા લીધા હતાં. પોલીસે વિકાસ માલુની પત્નીને 25 પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબો લેખિતમાં આપવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ કેસની નોંધ લીધી છે. વિકાસ માલુ એક વોન્ટેડ આરોપી છે, જેના પર બળાત્કાર જેવા ગંભીર આરોપો પણ છે.

ABOUT THE AUTHOR

...view details