ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાના સાથે કઈ અભિનેત્રી જોવા મળશે - ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ

સારા અલી ખાનનું નામ આયુષ્માન ખુરાનાની હિટ ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની (Film Dream Girl) સિક્વલમાં આવી રહ્યું છે. જો આમ થશે તો ફિલ્મમાં ડબલ મજા જોવા મળી શકે છે.

ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાના સાથે કઈ અભિનેત્રી જોવા મળશે
ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાના સાથે કઈ અભિનેત્રી જોવા મળશે

By

Published : Jun 12, 2022, 1:49 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'વિકી ડોનર' આયુષ્માન ખુરાનાની વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' (Film Dream Girl) યાદ હશે. હા...એ જ ફિલ્મ જેમાં બેરોજગાર આયુષ્માન ખુરાના કોલ સેન્ટરમાં કોરલ ગર્લના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ ચાહકોને હસાવ્યા હતા. હવે આયુષ્માન ખુરાનાના ચાહકો માટે સારા સમાચાર છે કે, આ ફિલ્મ 'ડ્રીમ ગર્લ-2'ની (Film Dream Girl 2) સિક્વલ આવી રહી છે, પરંતુ આ વખતે આયુષ્માન ખુરાના અભિનેત્રી નુસરત ભરૂચા સાથે નહીં, પરંતુ સારા અલી ખાન સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

આ પણ વાંચો:રાશિ ખન્ના બ્લેક સ્ટ્રેપલેસ જમ્પસૂટમાં લાગી રહી છે એકદમ હોટ

સારાનો સંપર્ક કરવામાં આવ્યો :મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માનની કોમેડી-ડ્રામા ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ માટે સારા અલી ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે. મેકર્સ ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રમાણે યુવા અભિનેત્રીને લેવા માંગે છે. આ માટે, મેકર્સ સ્ક્રિપ્ટ અનુસાર, સારા અલી ખાનને યોગ્ય લાગે છે. મેકર્સ સારાની તરફથી હાની રાહ જોઈ રહ્યા છે.

પહેલીવાર આ જોડી જોવા મળશે :જો સારા અલી ખાન આ ફિલ્મ માટે સંમત થશે, તો આ પહેલી વખત હશે કે, આયુષ્માન ખુરાના અને સારા સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. મીડિયા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ ફ્લોર પર જશે. રાજ શાંડિલ્યા આ વખતે પણ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

સારાહનું વર્કફ્રન્ટ :તમને જણાવી દઈએ કે, સારા છેલ્લે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. તે જ સમયે, સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ 'ગેસલાઇટ'માં વિકી કૌશલ સાથે જોવા મળશે.

આ પણ વાંચો:સગર્ભા સોનમ કપૂરે લંડનના રસ્તાઓ પર બહેન સાથે કરી ખૂબ મસ્તી, જૂઓ ફોટોઝ

આયુષ્માન ખુરાનાનું વર્કફ્રન્ટ :આયુષ્માનની પાછલી ફિલ્મ 'અનેક' રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. 'ડ્રીમ ગર્લ 2' સિવાય આયુષ્માન ફિલ્મ 'ડૉક્ટર જી'માં રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ સાથે કામ કરતો જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details