મુંબઈ: વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર મિડલ ક્લાસ ફેમિલી ડ્રામા ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તારીખ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મની પ્રથમ દિવસની કમાણીનો આંકડો જોઈને ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ આનંદથી ઉછળી રહ્યાં છે. સારા અલી ખાને પણ ફિલ્મની પહેલા દિવસની કમાણીથી ખુશ થઈને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Sara Ali Khan: 'જરા હટકે જરા બચકે'ના શરૂઆતના દિવસે ખુશીથી ઉછળી પડી સારા અલી ખાન, શેર કરી તસવીર - સારા અલી ખાને ખુશી વ્યક્ત કરી
ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ શરૂઆતના દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મની પહેલા દિવસની કમાણી જોઈને સારા અલી ખાનની ખુશી સાતમા આસમાને છે. શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ સાથે ફિલ્મના કાલાકારમાં ખશીની લાગણી જોઈ શકાય છે.
ફિલ્મની સફળતાની ખુશી: આ તસ્વીરમાં સારા અલી ખાનના ચહેરા પર પ્રથમ દિવસે ફિલ્મની રિલીઝ થયાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સફેદ ચિટ્ટા સૂટમાં તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાનની ખુશીની કોઈ સીમા નથી. તસવીરમાં સારા અલી ખાનને ડાન્સ કરતી જોઈ શકાય છે. સારા અલી ખાને આ તસવીર શેર કરી અને લખ્યું, 'ફિલ્મની સફળતા પછી મારો મૂડ'.
ફેન્સની લાઈક્સનો વસરસાદ: વિકી કૌશલે સારા અલી ખાનની આ તસવીરો પર કોમેન્ટમાં સૌમ્યા લખ્યું છે. ફિલ્મમાં સારા અલી ખાનના પાત્રનું નામ સૌમ્યા છે અને વિકી કપિલના રોલમાં છે. સારા અલી ખાનની આ તસવીરો પર તેના ફેન્સની લાઈક્સ એક લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ તસવીરો પર 1 લાખ 60 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. સારાના ચાહકો કહી રહ્યા છે કે, તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' શાનદાર છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે.