હૈદરાબાદ:બોલિવુડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન માટે આજે તારીખ 12 ઓગસ્ટનો દિવસ અત્યંત ખાસ છે. આજે સારા અલી ખાન પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે સારાએ જન્મદિવસની કેક કટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શેર વીડિયોમાં સારા અલી ખાન તેમની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે મસ્તીભરી રીતે કેક કાપી રહી છે. સારા અને તેમનો પરિવાર સિમ્પલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. સારા અલી ખાને પોતાનો જન્મદિવસનો વીડિયો શેર કર્યો છે.
HBD Sara Ali Khan: સારા અલી ખાને ભાઈ સાથે આ રીતે મનાવ્યો જન્મદિવસ, જુઓ તસવીર - સારા અલી ખાનનો જન્મદિવસ
તાજેતરમાં કેદારનાથ ફેમ સારા અલી ખાન ચર્ચામાં છે. હાલમાં તેમની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે મસ્તીભરી રીતે કેક કાપતી જોવા મળી રહી છે. સારા અને તેમના પરિવારાના સદસ્યો સિમ્પલ ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે. સારાએ પોતાની ઈન્સ્ટોરી પર તસવીર અને વીડિયો શેર કર્યો છે.
સારાએ માતા અને ભાઈ સાથે કાપી કેક: શેર કરેલા વીડિયોમાં સારા અલી ખાન તેમની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે મસ્તી કરી રહી છે. આ વીડિયો ગઈ કાલની રાત્રી દરમિયાનનો છે, જે તેમણે શેર કર્યો છે. સારાએ તારીખ 12મી ઓગસ્ટના રોજ તેમની ઈન્સ્ટોરી પર તેમના જન્મદિવસની ઉજવણીના બે શાનદાર વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં સારા તેમની માતા અને ભાઈ સાથે ખૂબ જ સુંદર રીતે તેમના જન્મદિવસની કેક કાપતી જોવા મળે છે. સારાની માતા અને ભાઈ મોટેથી સારા માટે 'હેપ્પી બર્થ ડે' બોલતા સાંભળવા મળે છે. આ સિવાય સારાએ અન્ય એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નાઈટ સૂટમાં જોવા મળી રહી છે. કેક પર મીણબત્તી જોઈને રમૂજી પ્રતિક્રિયા આપી રહી છે.
સારા અલી ખાનના આગામી પ્રોજેક્ટ: સારાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સારા છેલ્લે અભિનેતા વિકી કૌશલ સાથે ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'માં શાનદાર ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ માચાવી હતી. એક મહિના સુધી સતત કમાણી કરી હતી. આ ફિલ્મ તારીખ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એટલું જ નહિં પરંતુ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે સારા ફિલ્મ 'મર્ડર મુબારક' અને 'એ વતન મેરે વતન'માં જોવા મળશે.