હૈદરાબાદ: બોલિવૂડ એક્ટર સંજય દત્ત તાજેતરમાં બુધવારે તેની બહેન સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેણે તેની કેન્સર (sanjay dutt cancer)ની જર્ની વિશે ખુલીને વાત કરી હતી અને લોકોને કેન્સર સામે લડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંજય દત્તને વર્ષ 2020માં સ્ટેજ 4 ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. હિન્દી સિનેમાના પીઢ અભિનેતા સંજય દત્ત કોઈ અલગ ઓળખ પર આધારિત નથી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ જીતનાર સંજય દત્ત હાલમાં લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે કે તેણે આ બીમારીને કેવી રીતે હરાવી અને હવે ફરીથી તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે.
આ પણ વાંચો:એક્ટર ઈમરાન ખાનના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ સ્ટોરી
સંજય દત્તે કેન્સર અંગે કર્યો ખુલાસો: સંજય દત્તે એક ઈવેન્ટમાં કેન્સર અંગે ખુલાસો કર્યો હતો. આ કાર્યક્રમમાં અભિનેતાની સારવાર કરનારા તમામ ડોકટરો પણ હાજર હતા. ઈવેન્ટમાં સંજયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જ્યારે તેને કેન્સરની ખબર પડી ત્યારે તેણે કેવી પ્રતિક્રિયા આપી. તેના પર સંજય દત્તે જવાબ આપ્યો કે, 'મને કમરમાં દુખાવો હતો. જેની હું ગરમ પાણીની બોટલથી સારવાર કરતો હતો અને પેઈનકિલર પણ લેતો હતો. એક દિવસ હું શ્વાસ લઈ શકતો ન હતો. ત્યારબાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ત્યાં સુધી મને કેન્સર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી.