મુંબઈ: બોલીવુડના અભિનેતા સંજય દત્તે હાલમાં જ પોતાનો 64મો જન્મદિવસ ઉજવ્યો છે. આ ખાસ પ્રસંગે તેમની બહેન પ્રિયા દત્તે રોક સ્ટાર સંજય દત્તને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ દરમિયાન ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને ચાહકોએ પણ શુભકામના પાઠવી હતી. હાલમાં સંજય દત્તે પોતાના ઘરે શિવ પૂજ કરાવી હતી. તેમણે આ પૂજા દરમિયાનની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સંજય દત્ત શિવપૂજા: હાલ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે. ત્યારે બોલિવુડના કલાકારો પણ પૂજા કરતા જોવા મળી રહ્યા છે. શ્રાવણના ખાસ અવસર પર બોલિવુડના અભિનેતા સંજય દત્તે મુંબઈમાં ઘરે શિવ પૂજા કરી હતી, જેની તસવીર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં પંડીત પણ જોવા મળે છે. સંજય દત્ત વ્હાઈટ કલરના કુર્તા પાયજામામાં એક શિવલિંગની સામે પૂજા પાઠ કરતા જોવા મળે છે.
ચાહકોએ કર્યા નમસ્કાર: આ તસવીરો શેર કરીને સંજૂ બાબાએ કેપ્શનમાં લખ્યું છે કે, ''આજે શાનદાર શિવ પૂજા કરી. ધન્યવાદ શ્રી ઉદય આચાર્ય. હર હર મહાદેવ.'' સંજય દત્તની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થતા જ ઘણા ચાહકોએ બે હાથ જોડીને શિવજીને નમસ્કાર કર્યા છે. તો, કેટલાકે હાર્ટ ઈમોજીસ શેર કરીને પ્રેમ વરસાવ્યો છે. કેટલાક દિવસો પહેલા બોલિવુડની અભિનેત્રી કંગના રનૌતે પણ પોતાના ઘરે રુદ્રાભિષેકનું આયોજન કર્યુ હતું. આ અવસર પર ફૂલોથી પોતાના ઘરને શણગાર્યુ હતું. ફુલોથી શુશોભિત ઘરનો એક વીડિયો પણ ચાહકો સાથે શેર કર્યો હતો, જેમાંં તેમના પરિવારના સદસ્યો પણ જોવા મળે છે.
અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ લોકેશ કનગરાજની 'લિયો'માં જોવા મળશે. જન્મદિવસ પર સંજય દત્તે ફર્સ્ટ લુક શેર કર્યો હતો. લોકેશ કનગરાજે સંજય દત્તને જન્મદિવસ પર 'લિયો'નું એક ટીઝર ક્લિપ શેર કરીને તેમને ગિફ્ટ આપી હતી. સંજય દત્તે હાલમાં જ તેમનો નવો પ્રોજેક્ટ ડબલ આઈસ્માર્ટની પણ જાહેરાત કરી હતી. આજ દિવસે તેમણે પોતોની પ્રથમ ઝલક પણ દેખાડી હતી.
- Ghoomer: 'ઘૂમર'માંથી અભિષેક બચ્ચન-સૈયામી ખેરનો ફેર્સ્ટ લુક આઉટ, ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે
- hurry om hurry: સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ 'હરી ઓમ હરી'નો ફર્સ્ટ લુક આઉટ, 24મી નવેમ્બરે થશે રિલીઝ
- Dream Girl 2 Teaser: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, યુઝર્સોએ આપી પ્રિતિક્રિયા