ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Samantha Ruth Prabhu : સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે, જાણો કારણ - સમંથાની માંદગી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને હિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે. આવો જાણીએ કે 'ઉં અંટાવા' પછી દુનિયા પર દબદબો જમાવનાર અભિનેત્રી શા માટે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહી છે. અભિનેત્રીએ હાલમાં જ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ પુર્ણ કર્યું છે.

સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે, જાણો કારણ
સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે, જાણો કારણ

By

Published : Jul 5, 2023, 12:59 PM IST

હૈદરાબાદ:સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા - ધ રાઈઝ'ની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે, જેણે આઈટમ સોંગ 'ઉં અંટાવા'થી દુનિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. સામંથા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે. સામંથાએ એક્ટિંગમાંથી બ્રેક લેવા પાછળ એક ખાસ કારણ છે.

સામંથા રૂથ પ્રભુ એક્ટિંગમાંથી બ્રેક લેવા જઈ રહી છે

સામંથા એક્ટિંગ બ્રેક: અભિનેત્રીએ આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ પૂરા કર્યા બાદ આ સમાચાર આવ્યા છે. સામંથાએ 'સિટાડેલ' અને 'કુશી'નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે એક વર્ષથી વધુ સમય માટે અભિનયમાંથી બ્રેક લેવા જઈ રહી છે. આવો જાણીએ કે, સામંથાને એક્ટિંગ લેવા પાછળનું કારણ શું છે ? અને તે શા માટે આવું કરી રહી છે ? જ્યારે તેની કારકિર્દી નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે.

બ્રેક લેવાનું કારણ: હાલમાં જ સામંથાએ સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા સાથે તેમની આગામી ફિલ્મ 'કુશી'નો છેલ્લો સીન શૂટ કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ બે-ત્રણ દિવસમાં પૂરું થવાનું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થાય તે પહેલાં સામંથા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે અભિનયમાંથી બ્રેક લઈ રહી છે. સામંથાનું એક્ટિંગમાંથી બ્રેક લેવાનું કારણ તેની તબિયત છે.

સામંથાMyositis:સામંથા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે આવનારા કેટલાક સમય સુધી તેના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપશે. અભિનેત્રીએ તે તમામ નિર્માતાઓને એડવાન્સ પરત કરી દીધા છે, જેમની પાસેથી તેણીએ લીધા હતા. નોંધપાત્ર રીતે વર્ષ 2022 માં સામંથાએ તેમની એક બીમારી Myositis વિશે જણાવ્યું હતું. જે વ્યક્તિના મગજને અસર કરે છે અને તેની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.

  1. 72 Hooren Controversy: '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
  2. Adipurush: 'આદિપુરુષ' અસ્તના માર્ગે, 19મા દિવસે નજીવી કમાણી
  3. Shah Rukh Khan: આખરે સર્જરી બાદ અમેરિકાથી પરત, પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા પઠાણ

ABOUT THE AUTHOR

...view details