ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સામંથા રુથ પ્રભુના જન્મદિવસ પર બોલિવૂડએ વરસાવ્યો પ્રેમ, કંગના રનૌત સહિત સ્ટાર્સે આપી શુભેચ્છાઓ - સામંથા રુથ પ્રભુ

સોશિયલ મીડિયા પર સામંથા રૂથ પ્રભુના (Samantha Birthday) ચાહકો અને નજીકના મિત્રો તેમને જન્મદિવસના હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યા છે. સામંથા એટલી લોકપ્રિય છે કે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

સામંથા રુથ પ્રભુના જન્મદિવસ પર બોલિવૂડએ વરસાવ્યો પ્રેમ, કંગના રનૌત સહિત સ્ટાર્સે આપી શુભેચ્છાઓ
સામંથા રુથ પ્રભુના જન્મદિવસ પર બોલિવૂડએ વરસાવ્યો પ્રેમ, કંગના રનૌત સહિત સ્ટાર્સે આપી શુભેચ્છાઓ

By

Published : Apr 28, 2022, 12:56 PM IST

Updated : Apr 28, 2022, 8:04 PM IST

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Birthday) આજે (28 એપ્રિલે) 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકો અને નજીકના મિત્રો તેમને દિલથી અભિનંદન આપી રહ્યા છે. અહીં સામંથા એટલી લોકપ્રિય છે કે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

આ પણ વાંચો:મૌની રોય સાથે ચર્ચામાં આવ્યા હૃતિક રોશન, વાયરલ તસવીર પર ચાહકોએ કહ્યું- "સાથે કામ કરો"

બોલિવૂડ સ્ટાર્સેસામંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

વરુણ ધવન

વરુણ ધવનની પોસ્ટ
બોલિવૂડ એક્ટર વરુણ ધવને સામંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વરુણે ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટમાં સમન્તાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વરુણે લખ્યું છે કે, 'શ્વાનની માતાને જન્મદિવસની શુભકામનાઓ, આ વર્ષ ખુશીઓ અને સફળતાઓથી ભરેલું રહે.

કિયારા અડવાણી

કિયારા અડવાણીની પોસ્ટ
બોલિવૂડની અભિનેત્રી કિયારા અડવાણીએ સામંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું કે, "પ્રતિભાશાળી અને અદભૂત સામંથા રુથ પ્રભુને જન્મદિવસની શુભકામનાઓ, ભગવાન તમારું વર્ષ સુંદર બનાવે, ઘણો પ્રેમ"

રશ્મિકા મંડન્ના

રશ્મિકા મંડન્નાની પોસ્ટ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી રશ્મિકા મંડન્નાએ પણ સમંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સામંથાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતા રશ્મિકાએ લખ્યું કે, 'સુંદર સામંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા, તમારા માટે પ્રેમ અને માત્ર પ્રેમ'. રશ્મિકા બહુ જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં (ગુડબાય અને મિશન મજનૂ) જોવા મળશે.

આ પણ વાંચો:ભારતમાં સ્થાનિક વેપારીઓનું તસવીરોમાં કંડારાયેલું દૈનિક જીવન, જૂઓ...

કંગના રનૌત

કંગના રનૌતની પોસ્ટ
બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતે પણ સમંથા રૂથ પ્રભુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સામંથાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતાં કંગનાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું કે, 'હેપ્પી બર્થડે સામંથા રૂથ પ્રભુ, તમે ખૂબસૂરત, પ્રતિભાશાળી અને હોટ છો'. સામંથાએ આ બધી પોસ્ટ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે અને બધાનો આભાર પણ માન્યો છે.
Last Updated : Apr 28, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details