હૈદરાબાદઃસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને ટોચની અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ વિશે મહત્વની માહિતી સામે આવી છે. અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, માયોસાઇટિસ નામની બીમારીને કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી (Samantha Ruth Prabhu Myositis) છે. હવે અભિનેત્રી વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સામન્થાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર પાયાવિહોણા છે અને તે ઘરે (Samantha Ruth Prabhu heath update) છે. આ ઉપરાંત એકદમ સ્વસ્થ છે.
હોસ્પિટલમાં દાખલ છે ?:તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'યશોદા'થીહેડલાઇન્સમાં આવેલી અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુને ઓટોઇમ્યુન ડિસીઝ માયોસાઇટિસથી પીડિત હોવાનું કહેવાય છે અને તે ગુરુવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. પરંતુ હવે આ અહેવાલો પર અભિનેત્રીના પ્રવક્તાએ નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે. સામન્થાના પ્રવક્તાએ કહ્યું છે કે, આ તમામ અહેવાલો પાયાવિહોણા છે અને આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. સામન્થા સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહી છે.