ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

બોક્સ ઓફિસ પર 'સામ બહાદુર'ની ગતિ સતત ધીમી પડી રહી છે, જાણો 7મા દિવસનું કલેક્શન - SAM BAHADUR

Sam Bahadur Box Office Collection: 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. પરંતુ કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ કંઈ ખાસ કમાલ નથી કરી રહી. એક અઠવાડિયામાં સામ બહાદુરની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે.

Etv BharatSam Bahadur Box Office Collection
Etv BharatSam Bahadur Box Office Collection

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 1:01 PM IST

મુંબઈઃ1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સામ બહાદુર'ની ટક્કર રણબીરની 'એનિમલ' સાથે થઈ હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી હતી. એનિમલ હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. જ્યારે સામ બહાદુરની ગતિ થોડી ધીમી પડી છે. એક અઠવાડિયાની અંદર, એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે સામ બહાદુરનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂપિયા 34.85 કરોડ છે.

સામ માણેકશાની બાયોપિક છે: સામ બહાદુરે ભારતમાં 34.85 કરોડ રૂપિયાની કમાણી કરીને તેના 6 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સાતમા દિવસે લગભગ 2.00 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. સામ બહાદુર એ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાની બાયોપિક છે. જેમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. રાઝી અને છપાક જેવી ફિલ્મો બનાવનાર મેઘના ગુલઝારે તેનું દિગ્દર્શન કર્યું છે અને રોની સ્ક્રુવાલાએ આરએસવીપી મૂવીઝના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. સામ બહાદુરમાં વિકી કૌશલ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અંદાજે રૂપિયા 55.00 કરોડના બજેટમાં બની છે.

વિકી કૌશલ સેમ માણેકશોની મુખ્ય ભૂમિકામાં:વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' બોક્સ ઓફિસ પર ટકી રહેવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. વિકી કૌશલ 'સામ બહાદુર'માં ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે જ્યાં સેમ માણેકશાએ ભારતીય સૈન્યનું નેતૃત્વ કર્યું હતું, જેના પછી એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.

આ પણ વાંચો:

  1. 'એનિમલ'એ એક સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કર્યો
  2. OMG! હિમાંશી ખુરાના- અસીમ રિયાઝનું બ્રેકઅપ, કારણ જાણીને તમે હેરાન થઈ જશો

ABOUT THE AUTHOR

...view details