મુંબઈઃબોલિવૂડના 'દબંગ' સલમાન ખાન ફરી એકવાર પોતાની સુરક્ષાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં પંજાબી સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં ઘર પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મેસેજ સલમાન ખાનને મોકલવામાં આવ્યો હતો. ગેંગસ્ટરે ગિપ્પી ગ્રેવાલને મેસેજ પણ કર્યો હતો કે આ સલમાન ખાન સાથે રહેવાનું પરિણામ છે. આવી સ્થિતિમાં Y પ્લસ સુરક્ષાથી સજ્જ સલમાન ખાનની સુરક્ષાને વધુ કડક બનાવવાની સમીક્ષા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈની નવી ધમકી બાદ મુંબઈ પોલીસે અભિનેતાની સુરક્ષાને વધુ કડક બનાવવા સમીક્ષા કરી છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ તરફથી વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
સલમાનને મળી નવી ધમકીઃસલમાન ખાનને ફેસબુક પર લોરેન્સ બિશ્નોઈ તરફથી નવી ધમકી મળી છે, જેના પછી મુંબઈ પોલીસે સલમાનની Y-પ્લસ સુરક્ષાની સમીક્ષા કરી અને તેને વધુ કડક બનાવવા માટે પગલાં લીધાં. તે જ સમયે, ક્યાંક સલમાન ખાન પણ ચિંતિત બન્યો છે. મુંબઈ પોલીસે સલમાન ખાનને સતર્ક રહેવા કહ્યું છે.