હૈદરાબાદઃપ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્ર પર અભિનેતાએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. સલમાન ખાને પોતાના નિવેદનમાં પોલીસને સ્પષ્ટ કહ્યું છે કે, તેને કોઈના તરફથી ધમકી મળી નથી અને તે કોઈપણ કારણ વગર કોઈ પર શંકા કરી શકે નહીં. સલમાન ખાને તે ધમકીભર્યા પત્ર વિશે પણ જણાવ્યું કે, ખરેખર તે શું છે ? આ પત્રના મામલે પોલીસે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની પણ પૂછપરછ કરી છે.
આ પણ વાંચો:Arvind Raiani Case: અરવિંદ રૈયાણીને કયા કેસમાં કોર્ટે આપી ક્લિનચીટ, જૂઓ
કોણે આપ્યો ધમકીભર્યો પત્ર? : સલમાન ખાનને મળેલ પત્રમાં લખ્યું હતું કે, "સલિમ ખાન, સલમાન ખાન બહોત જલદ આપકા હાલ મૂસેલવાલા જૈસા હોગા GB..LB.. (Salim Khan, Salman Khan, very soon you will meet Moosewala's fate) એવું અનુમાન છે કે, G.B અને L.B. ગેંગસ્ટરો ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ (Goldy Brar and Lawrence Bishnoi) હોઈ શકે છે. પરંતુ લોરેન્સનું કહેવું છે કે, તેને આ ધમકીભર્યા પત્ર સાથે કોઈ લેવાદેવા નથી. સલમાન ખાને કહ્યું કે, તે નથી જાણતો કે ધમકીભર્યા પત્ર પાછળ કોણ છે. જો કે, પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાને બાંદ્રા પોલીસને કહ્યું, 'મારી પાસે કોઈ પર શંકા કરવાનું કોઈ કારણ નથી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેને લૉરેન્સ બિશ્નોઈ કે ગોલ્ડી બ્રાર પર શંકા છે, તો સલમાને જવાબ આપ્યો (Salman khan statement on letter) , હું લૉરેન્સ બિશ્નોઈને એટલો જ ઓળખું છું જેટલો બધા લોકો ઓળખે છે, હું ગોલ્ડી બ્રારને પણ ઓળખતો નથી (I don't know Goldie Barar).
આ પણ વાંચો:IND vs SA T-20: ટીમ ઈન્ડિયાને આંચકો... કેએલ રાહુલ કેપ્ટનમાંથી આઉટ, આ ખેલાડીને સોંપાઈ જવાબદારી
શું લોરેન્સ સલમાનને મારવા માંગે છે:લોરેન્સ બિશ્નોઈ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને મારવા માંગતો (salman khan death threat) હતો. લોરેન્સે સલમાનને મારવા માટે રેકી પણ કરાવી હતી. લોરેન્સ સલમાન ખાનને મારવા માંગે છે કારણ કે, તેમના બિશ્નોઈ સમાજમાં કાળિયાર હરણની પૂજા કરવામાં આવે છે. સલમાન ખાન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે પોલીસનું કહેવું છે કે, અભિનેતાના જીવને જોખમ છે, તેણે સાવચેત રહેવું જોઈએ. સલમાનની સુરક્ષા માટે કેટલાક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.