ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સલમાન ખાનની સુરક્ષા વધી: સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓએ સલમાન ખાનને પણ મારવાનું ઘડ્યું હતું કાવતરું

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભૂતકાળમાં સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓએ (Assassin of Sidhu Musewala) એકવાર સલમાન ખાનની હત્યાનું કાવતરું (Conspiracy to assassinate Salman Khan) પણ ઘડ્યું હતું.

સલમાન ખાનની સુરક્ષા વધી: સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓએ સલમાન ખાનને પણ મારવાનું ઘડ્યું હતું કાવતરું
સલમાન ખાનની સુરક્ષા વધી: સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓએ સલમાન ખાનને પણ મારવાનું ઘડ્યું હતું કાવતરું

By

Published : Jun 1, 2022, 1:00 PM IST

હૈદરાબાદ:પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Moose wala murder) બાદ મામલો પંજાબી સિંગર અને સલમાન ખાનની સુરક્ષા પર આવ્યો છે. હાલમાં જ પ્રખ્યાત પંજાબી સિંગર સુરક્ષા વચ્ચે જતો જોવા મળ્યો હતો, જ્યારે હવે આ ઘટના બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાઓ વચ્ચે એવી ચર્ચા ફેલાઈ રહી હતી કે, સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓએ એકવાર સલમાન ખાનને પણ મારી નાખવાનું કાવતરું (Conspiracy to assassinate Salman Khan) ઘડ્યું હતું.

આ પણ વાંચો:કોન્સર્ટ પછી સિંગર કેકે સાથે શું થયું, હોસ્પિટલ પહોંચતા પહેલા જ છોડ્યા પ્રાણ જાણો સમગ્ર ઘટના

સલમાન ખાનને મારવાનું ષડયંત્ર: સિદ્ધુના મોતનો પ્લાન દિલ્હીની તિરાડ જેલમાં ઘડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં બેઠેલા ગેંગસ્ટાર ગોલ્ડી બ્રાર સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરી હતી. બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ ઘટના બાદ પોલીસનું કહેવું છે કે, તેણે અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી (Salman Khan's security increased) છે. કારણ કે, લોરેન્સ બિશ્નોઈએ કાળા હરણ કેસમાં સલમાન ખાનને મારવાનું ષડયંત્ર રચ્યું છે, કારણ કે બિશ્નોઈ સમાજમાં કાળા હરણની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની અંતિમ વિદાયઃ આ તસવીરોમાં રહી ગયો પ્રખ્યાત ગાયકનો દમદાર સ્વેગ

મુંબઈ ગયો હતો બિશ્નોઈ:સલમાન ખાને (Salman Khan) રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો, જેના માટે તેને જેલ જવું પડ્યું હતું. તે સમયે લોરેન્સ બિશ્નોઈએ 2018માં કોર્ટની બહાર કહ્યું હતું કે, 'અમે સલમાન ખાનને મારી નાખીશું'. બિશ્નોઈએ વધુમાં કહ્યું હતું કે, 'એકવાર અમે પગલાં લઈશું તો બધાને ખબર પડશે, મેં હજુ સુધી કંઈ કર્યું નથી, તેઓ કોઈ કારણ વગર મારા પર ગુનાનો આરોપ લગાવી રહ્યા છે. વાસ્તવમાં, બિશ્નોઈના નજીકના સાથી રાહુલ ઉર્ફે સનીની પોલીસે વર્ષ 2020માં ધરપકડ કરી હતી. સનીએ પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે, સલમાન ખાનની હત્યાનું (Assassination of Salman Khan) કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે, તે સલમાન ખાનની રેકી કરવા મુંબઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details