મુંબઈ: સલમાન ખાન અને સંગીતા બિજલાની વચ્ચેનો સંબંધ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો રોમાન્સમાંથી એક હતો. બંનેની સગાઈ થઈ હતી અને લગ્નના માર્ગે પણ હતા, પરંતુ બાદમાં કોઈ કારણસર વાત અટકી ગઈ ? હવે તાજેતરમાં જ 'યાર ગદ્દાર' અને 'આંદોલન' જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ તેમજ સુપરસ્ટાર સલમાન ખાાન સાથેના રોમાન્સ માટે જાણીતી અભિનેત્રી સોમી અલીએ સલમાન અને સંગીતાના લગ્ન રદ થવા પાછળના કારણ વિશે વાત કરી છે.
Sangeeta Bijlani Relation: સલમાન ખાન મોડલ સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, જાણો કેમ વાત અટકી ગઈ - સોમી અલી સલમાન ખાનનો સંબંધ
બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના લગ્નનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રી સોમી અલીએ ખુલાસો કર્યો હતો કે, સલમાન ખાન મોડલ સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાનો હતો, પરંતુ વાત આગળ વધી ન હતી.
Published : Sep 17, 2023, 5:45 PM IST
સલમાન સંગીતા બિજલાનીનો સંબંધ: તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી સોમી અલીએ સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્ન થવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ''લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા, પરંતુ સંગીતાએ મારા એપાર્ટમેન્ટમાં સલમાનને રંગે હાથે પકડી લીધો હતો. સલમાને સંગીતા સાથે જે કર્યું, મારી સાથે પણ એવું જ થયું, તેને કર્મ કહેવાય જ્યારે હું મોટી થઈ ત્યારે મને તેની સમજ પડી.''
સોમીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો: સોમીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેને સલમાન પર ક્રશ હતો અને તે તેની સાથે લગ્ન કરવાના ઈરાદાથી ભારત આવી હતી. તેણીએ તેમના સંબંધોની વાસ્તવિક્તા પણ જાહેર કરી અને કહ્યું હતું કે, સલમાન પ્રેમ અને કેયર બતાવવાના બહાને ફિઝિકલ વાયલેંસ કરતો હતો. આ બધું હોવા છતાં સોમીએ સલમાનના વખાણ કર્યા છે. તેણે સલમાનને સારો વ્યક્તિ પણ ગણાવ્યો અને કહ્યું કે, દરેક વ્યક્તિમાં સકારાત્મક ગુણો હોય છે. સોમી અલી હવે અમેરિકામાં રહે છે.