મુંબઈઃબોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટ આજે ખુબજ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સલમાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર આજે તારીખ 10 એપ્રિલના રોજ રિલીઝ થઈ ગયું છે. 'ભાઈજાન' ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. અહીં કારણ એ છે કે, તેના ચાહકો 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા ફિલ્મના સોન્ગ રિલીઝ કરવામાં આવ્યાં હતાં. જેમાં 'યંતમ્મા' ગીત ખુબજ ચર્ચામાં છે.
આ પણ વાંચો:Sukesh Letter To Jacqueline: આઈ લવ યુ માય બેબી, સુકેશનો જેકલીનને રોમેન્ટિક પત્ર
કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર: 'કિસી કા ભાઈ કિસી કી જાન' વિશે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યું, 'ચાર વર્ષના અંતરાલ પછી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'રાધે' વર્ષ 2021ની ઈદ પર ડિજિટલ પ્લસ થિયેટ્રિકલ રિલીઝ થઈ હતી. 'દબંગ 3' ડિસેમ્બર 2019 અને 'એન્ટિમ' નવેમ્બર 2021 ઈદ પર રિલીઝ થઈ ન હતી. શું આ ઈદે 'કિસી કી ભાઈ કિસી કી જાન' ધમાકેદાર શરૂ થશે ?
ફિલ્મનું ટિઝર: અગાઉ, 'ભાઈજાન' એ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. જેમાં તેણે એક દમદાર ડાયલોગ સાથે તેના પાત્રનો પરિચય આપ્યો હતો. જેમ કે, પૂજા હેગડેએ તેને પૂછ્યું, 'તમારું નામ શું છે ?' સલમાને જવાબ આપ્યો હતો કે, 'મારું નામ નથી, પરંતુ લોકો મને 'ભાઈજાન' તરીકે ઓળખે છે.' હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા સલમાનની ફિલ્મ પર નજર રાખે છે કે, તે કેટલી કમાણી કરે છે. સલમાન 'સુલતાન' કે 'એક થા ટાઈગર'નો જૂનો રેકોર્ડ તોડશે કે કેમ ? તે હવે સમય કહેશે.
આ પણ વાંચો:Karan Johar : કરણ જોહરે અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મી કારકિર્દી ખતમ કરવાનું સ્વીકાર્યું
ફિલ્મ કલાકારો: છેલ્લા કેટલાક દિવસોથી સલમાન રસપ્રદ કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીર પોસ્ટ કરી રહ્યો છે. તે કલ્પના કરવી મુશ્કેલ નથી કે, ભાઈજાન તેની મોટા બજેટની રિલીઝ પહેલા હેડલાઇન્સ મેળવવા માંગે છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત, 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં દગ્ગુબાતી વેંકટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે.