ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Salman Khan Video: ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા સલમાન ખાન, ચાહકે કહ્યું- Radhe is back - સલમાન ખાન ફિલ્મ

સલમાન ખાન મુંબઈમાં એક ડબિંગ સ્ટુડિયો બહાર સ્પોટ થયા હતા. સલમાન ખાનનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં નવો લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને જોઈ ભાઈજાનના ચાહકોના હોંશ ઉડી ગયા હતા અને કોમેન્ટ બોક્સમાં જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. જુઓ વીડિયો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 10:41 AM IST

હૈદારાબાદ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં પોતાના ન્યૂ બ્રાંડ બાલ્ડ લુકને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન નવા લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન પોતાની આગામી ફિલ્મમાં આ પ્રકારના લુકમાં જોવા મળી શકે છે. સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી, તેથી હવે સલમાન ખાનની આગામી ફિલ્મ પર ઘણી અપેક્ષા છે.

સલમાન ખાનનો લેટેસ્ટ લુક: સલમાન ખાન બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોમાં આ ફેમસ બાલ્ડ લુકમાં જોવા મળ્યા હતા. બેજ રંગના ટી-શર્ટ પર બ્લેક બોટમ જીન્સમાં સલમાન ખાનનો લેટેસ્ટ લુક જોવા મળ્યો હતો. હવે જ્યારે સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો સ્ટુડિયોની બહાર આવવાનો વીડિયો વાયરલ થતા, ભાઈજાનના ચાહકો દિલ ખોલીને પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ચાહકોએ કરી કોમેન્ટ: સલમાન ખાનનો લુક જોઈ ચાહકોને આઈકોનિક ફિલ્મ 'તેરે નામ'માં રાધે લુકની યાદ આવી ગઈ હતી. ચાહકો કોમેન્ટ બોક્સમાં વીડિયો જોઈ 'રાધે ઈઝ બેક' લખી રહ્યાં છે. સલમાન ખાન છેલ્લે 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળ્યા હતા. તે પહેલા શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ 'પઠાણ'માં કેમિયો કરતા જોવા મળ્યા હતા. 'પઠાણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

સલમાન ખાનની ફિલ્મ: સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. સલમાન આગામી ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળવાના છે. 'ટાઈગર 3' દિવાળી પર રિલીઝ થશે અને આ ફિલ્મમાં શાહરુખ ખાન કેમિયો કરતા જોવા મળી શકે છે. મનીષ શર્માના નર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે, જેમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કેફ અને ઈમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details