હૈદરાબાદ: સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા શો બિગ બોસ OTT 2માં ફરી એક વાર હોબાળો મચી ગયો છે. સલમાના ખાન બીજી વાર દર્શકોના નિશાન બની ગયા છે. સલમાન ખાનના ચર્ચામાં આવવાનું કારણ એ છે કે, તેઓ બિગ બોસ OTT શોમાં પોતાના હાથમાં સિગરેટ પકડીને દેખાયા હતા. હવે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, સલમાન ખાને ચાલું શો દરમિયાન સિગરેટ પીઘી છે.
સલમાન ખાનની ટીકા: સલમાન ખાને વિતી ગયેલા 'વીકેન્ડ કા વાર'માં ચેક શર્ટ પહેર્યો હતો અને પોતાના જ સ્વેગમાં નજર આવી રહ્યાં છે. વાયરલ થયેલી તસવીરમાં જોવા મળે છે કે, સલમાન ખાન પોતાના ડાબા હાથમાં સિગરેટ પકડીને ઉભા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર પવન વેગે વાયરલ થઈ રહી છે અને સલમાન ખનની લોકો ટીકા કરી રહ્યાં છે.
ટ્રોલ થયા અભિનેતા: સોશિયલ મીડિયા પર યુઝર્સ ખુબ જ ટોણો માણી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ શોના એડિટિંગમાં ભૂલો થઈ છે જેના કારણે આ બધું થયું છે. હવે આ એડિટરને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. યુઝર્સ કહી રહ્યાં છે કે, સલમાન ખાનનો આ કેવો સંસ્કારી શો છે. એકે કહ્યું છે કે, સલમાન ખાનને આકાંક્ષા પુરીની અસર થઈ છે. આવી રીતે સલમાન ખાનને હવે યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.
સ્પર્ધકનો મોટો નિર્ણય: બિગ બોસ શોના એક મોટી ઉંમરના સ્પર્ધક સાઈરસ બ્રોચાએ સલમાન ખાનને કહ્યું છે કે, તેઓ શો છોડવા માંગે છે. તેઓએ શો છોડવાનું કારણ જણાવ્યું છે કે, તેમણે ઘરમાં ઘણા દિવસોથી કંઈ પણ ખાતું નથી. તેમનું શારીરિક વજન ઓછું થઈ રહ્યું છે. સલમાન ખાને સાયરસ સામે કોન્ટ્રાક્ટનો ઉલ્લેખ કર્યો હતો. એ વાત નોંધનિય છે કે, સાયરસ 3 સપ્તાહના કોન્ટ્રાક્ટ પર છે.
- Omg 2 Teaser: ધમાકેદાર વીડિયો સાથે 'omg 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા
- Ranveer Singh: રણવીર સિંહે બર્થ ડે વિશેજ પર ચાહકોનો માન્યો આભાર, પત્ની દીપિકા સાથેની તસવીર કરી શેર
- Jawan Prevue Release: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ આઉટ, તારીખ 7 ડેસેમ્બરે રિલીઝ થશે