મુંબઈઃસલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર તારીખ 10 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર PVR જુહુ મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર બોલિવૂડના 'દબંગ' સલમાન ખાન, પૂજા હેગડે, શેહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી અને અન્ય ફિલ્મના કલાકારો હાજર રહ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને તેના શર્ટના બટન ખોલીને ચાહકો અને દર્શકોને તેના રિયલ એબ્સ બતાવ્યા હતા.
આ પણ વાંચો:Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રિલીઝ, જુઓ સલમાનની જોરદાર એન્ટ્રી
સલમાન ખાન સિક્સ પેક: હકીકતમાં કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, સલમાન ખાનના વોશબોર્ડ એબ્સ વાસ્તવિક નથી. તે સારું VFXનું પરિણામ સિવાય બીજું કંઈ ન હતું. પોતાની આગામી ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને એક નિવેદન આપીને ટ્રોલર્સને હંમેશા માટે ચૂપ કરી દીધા હતા. જ્યારે તે પૂજા હેગડે અને બાકીના કલાકારો સાથે સ્ટેજ પર હતો, ત્યારે સલમાને તેના શર્ટનું બટન ખોલ્યું અને પ્રેક્ષકોને તેના વાસ્તવિક એબ્સ બતાવ્યા હતા. 'ભાઈજાન'ના એબ્સ જોઈને ત્યાં હાજર પ્રેક્ષકોએ તાળીઓ પાડી અને જોરદાર સીટીઓ વગાડી હતી.
સલમાન ખાનની તસવીર શેર: સલમાને કહ્યું, 'તમને લાગે છે કે, VFXથી થાય છે ? હું હંમેશા ચાર અને ચારથી છમાં કન્વર્ટ કરું છું. તેણે એ પણ સંકેત આપ્યો કે, તેનું શરીર વર્કઆઉટ કર્યા પછી આ શરીર પ્રાપ્ત થયું છે. ઈવેન્ટમાં જ્યારે સલમાનને તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો સલમાને મજાકમાં કહ્યું, "ડેન્ગ્યુ ઔર કોવિડ કા એફર્ટ થા." તાજેતરમાં જ સલમાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક શર્ટલેસ તસવીર શેર કરી છે. એકમાં તે સોફા પર સૂતી વખતે પોતાનું ટોન બોડી બતાવી રહ્યો હતો અને બીજીમાં તે વર્કઆઉટ પછી શોર્ટ્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:National Siblings Day : રાષ્ટ્રીય ભાઈ બહેન દિવસ પર કિયારા અડવાણી અને કરિશ્મા કપૂરે તેમના ભાઈ બહેન સાથે તસવીરો શેર કરી
સલમાન ખાનનો વર્કફ્રન્ટ:સલમાન છેલ્લે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'માં ટાઇગર તરીકે જોવા મળ્યા હતા. 'કિસી કા ભાઈ કિસી કી જાન' પછી તે હવે પછી યશ રાજની ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. જે ડિસેમ્બરમાં થિયેટરોમાં આવવાની છે. જેમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ જોવા મળશે.