ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Salman Khan: સલમાન ખાને કાસ્ટિંગને લઈને ઓફિશિયલ નોટિસ જારી કરી, કાનુની કાર્યવાહીની ચેતવણી આપી - સલમાન ખાન

સલમાન ખાને તારીખ 17 જુલાઈના રોજ સોશિયલ મીડિયા કાસ્ટિંગને લઈને ઓફિશિયલ નોટિસ જારી કરી છે. આ નોટિસ જારી કરીને કાનુની કાર્યવાહીની ચેવણી પણ આપી છે. વધુમાં કહ્યું છે કે, તેમનું પ્રોડક્શન હાઉસ હલમાં કોઈ પણ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યું નથી.

સલમાન ખાને કાસ્ટિંગને લઈને ઓફિશિયલ નોટિસ જારી કરી, કાનુની કાર્યવાહીની ચેતવણી આપી
સલમાન ખાને કાસ્ટિંગને લઈને ઓફિશિયલ નોટિસ જારી કરી, કાનુની કાર્યવાહીની ચેતવણી આપી

By

Published : Jul 17, 2023, 5:38 PM IST

મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાને પોતાની અને તેમની પ્રોડક્શન કંપની સલમાન ખાન વતી સોમવારે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યુ છે. નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેમનું પ્રોડક્શન હાઉસ હાલમાં કોઈ પણ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈ તેમના અથવા તેમની કંપનીના નામનો ઉપયોગ કરતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સલમાન ખાન નટિસ:સલમાન ખાને આ નિવેદન તેમના ચાહકો સાથે સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ નોટિસની સાથે કોપ્શનમાં લખ્યું છે કે, 'ઓફિશિયલ નોટિસ'. તેમણે આ પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તેમની કંપનીએ કોઈ કાસ્ટિંગ એજન્ટને રાખ્યો નથી. સલમાન ખાન દ્વારા જારી કરવામાં આવેલી નોટસ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ નોટિસ જોઈ સોશિયલ મીડિયા પર એક ચાહકે કહ્યું છે કે, 'રિસ્પેક્ટ બટન ફોર સલમાન ખાન.' અન્યએ લખ્યું છે કે, 'સલમાન ભાઈજાન દિલ સે રિસ્પેક્ટ બટન'.

નોટિમાં શું કહ્યુ:નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મિસ્ટર સલમાન ખાન કે સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઈ પણ માટે કાસ્ટ કરી રહ્યાં નથી. અમે અમારા ભવિષ્ય માટે કોઈ પણ ફિલ્મ માટે કોઈ કાસ્ટિંગ એજન્ટને રાખ્યા નથી. કૃપા કરીને આ હેતુ માટે તમે પ્રાપ્ત કરી શકો તેવા કોઈ પણ ઈમેઈલ અથવા સંદેશ પર આધાર રાખશો નહિં. જો કોઈ વ્યક્તિ સલમાન ખાન અથવા SKFના નામનો ખોટો ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  1. Merry Christmas New Poster: કેટરીના કેફની 'મેરી ક્રિસમસ' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, યોદ્ધા સાથે ટકરાશે
  2. Project K: ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે
  3. Nayanthara Jawan Poster: 'જવાન' ફિલ્મમાંથી નયનતારાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પોસ્ટર રિલીઝ

ABOUT THE AUTHOR

...view details