હૈદરાબાદ: અત્યારે દરેક વ્યક્તિ શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' વિશે વાત કરી રહ્યાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે, ત્યારે ચાહકો ફિલ્મની રાહ જોઈ બેઠા છે. 'પઠાણ' અનેક રેકોર્ડ તોડી રહી છે અને નવા માઈલસ્ટોન પણ બનાવી રહી છે. 'જવાન' ફિલ્મના ઘોંઘાટ વચ્ચે બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ 'ટાઈગર 3'માંથી નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર બહાર આવતા જ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે અનેક ગણો ઉત્સાહ વધી ગયો છે.
Tiger3 New Poster Out: 'જવાન'ના તોફાન વચ્ચે 'ટાઈગર 3'ની ગર્જના, ન્યૂ પોસ્ટર રિલીઝ - સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3
શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ની ચર્ચા વચ્ચે સલમાન ખાને પણ ચાહકોને મોટી ભેટ આપી છે. નિર્માતાઓએ 'ટાઈગર 3' ફિલ્મમાંથી નવું પોસ્ટ બહાર પાડ્યું છે. આ પોસ્ટરમાં સલમા ખાન અને કેટરીના કેફ એક્શન અવાતારમાં જોવા મળે છે. આ ફિલ્મમાં કિંગ ખાન પણ જોવા મળશે.
Published : Sep 2, 2023, 12:55 PM IST
ટાઈગર 3નું નવું પોસ્ટર રિલીઝ: સલમાન ખાને પતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''આ વખતે હું દિવાળી પર આવી રહ્યો છું. YRF સાથે ટાઈગર 3.'' ભાઈજાને આગળ વધુમાં લખ્યું હતું કે, ''હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.'' નવું શેર કરવામાં આવેલા પોસ્ટરમાં સલમાન ખાન સાથે કેટરીના કેફ પણ જોવા મળી રહી છે. બંન્નેના હાથમાં ખતરનાક હથિયાર જોવા મળે છે. શાહરુખ ખાન 'ટાઈગર 3'માં કેમિયો કરતા જોવા મળશે, તે ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે.
ટાઈગર 3માં શાહરુખ ખાનનો કેમિયો: અગાઉ ભાઈજાન શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં કેમિયો કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાન અને સલમાન ખાનની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આમ કિંગ ખાન સાલમાન ખાનને સાથ આપશે. યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ કેટલી સફળ થશે તે જોવાનું બાકી છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. ચાહકોને સલમાનના આ જાસૂસ અવતારનો પરિચય અગાઉ 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ' જેવી ફિલ્મમાં થયો હતો. હવે સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3' આવી રહી છે.