હૈદરાબાદઃસલમાન ખાન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. એક તરફ તે પોતાની ફિલ્મોના શૂટિંગને લઈને ચર્ચામાં છે, તો બીજી તરફ તે એ વાતને લઈને ચર્ચામાં આવી રહ્યો છે કે, તેને પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ (Punjabi singer Sidhu Musewala) મુસેવાલાના હત્યારાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સમયે સલમાન ખાનના ચર્ચામાં આવવાનું કારણ બીજું કંઈ નથી પરંતુ તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' (kabhi eid kabhi diwali) છે. વાસ્તવમાં 'કભી ઈદ કભી દિવાળી'નું નામ બદલીને હવે તેમાં એક નવા અભિનેતાની એન્ટ્રી કરવામાં આવી છે.
આ પણ વાંચો:શું તમે સોનાક્ષી સિન્હા અને તેના બોય ફ્રેન્ડની મસ્તી જોઈ, ના જોઈ હોય તો તુરંત ક્લિક કરો
શહનાઝ ગિલની ડેબ્યું ફિલ્મ:ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું નામ બદલીને 'ભાઈજાન' (Bhaijaan) કરવામાં આવ્યું છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મના નામમાં આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા આ ફિલ્મ ચર્ચામાં આવી હતી કારણ કે, સલમાન ખાનના જીજાજી અને અભિનેતા આયુષ શર્માએ પોતાને ફિલ્મમાંથી હટાવી લીધા છે. જે બાદ સમાચાર આવ્યા હતા કે ઝહીર ઈકબાલ પણ ફિલ્મ છોડી ચુક્યા છે. પંજાબી સિંગર અને સલમાન ખાનની મિત્ર શહનાઝ ગિલ (Shahnaz Gill) જે ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' હવે 'ભાઈજાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે તેણે, પણ ફિલ્મ છોડી દીધી છે. જોકે, શહનાઝ ફિલ્મના સેટ પર જોવા મળી હતી. ફિલ્મમાં વારંવાર થતા ફેરફારને કારણે આ તમામે ફિલ્મ છોડવાનું મન બનાવી લીધું છે.
આ પણ વાંચો:એકતા કપૂરનો 47મો જન્મદિવસ,શું તમે જાણો છો તેણે લગ્ન કેમ નથી કર્યા જાણો તેના વિષેની અજાણી વાતો
રાઘવ જુયલ પણ મળશે જોવા:આયુષ શર્મા અને ઝહીર ઈકબાલને સલમાન ખાનના નાના ભાઈનો રોલ મળ્યો હતો. પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ નથી. સમાચાર આવી રહ્યા છે કે, ફિલ્મમાં વધુ એક અભિનેતા અને ગાયકની એન્ટ્રી થઈ છે, જે સલમાન ખાનના નાના ભાઈઓની ભૂમિકા ભજવશે. સલમાનના ભાઈઓની ભૂમિકા માટે ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમ (Siddharth Nigam) અને પંજાબી ગાયક જસ્સી ગિલના (Punjabi singer Jassi Gill) નામ સામે આવ્યા છે. સિદ્ધાર્થે ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાનના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ કલાકારો સિવાય રાઘવ જુયલ અને માલવિકા શર્મા, પૂજા હેગડે અને વેંકટેશ દુગ્ગુબાતી પણ ફિલ્મમાં જોવા મળશે.