મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને (Salman Khan) બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે 2019માં (ગુનાહિત ધાકધમકીનો કેસ) પત્રકાર સાથેના કથિત ગેરવર્તનના કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સ પરનો સ્ટે 13 જૂન સુધી લંબાવ્યો છે. સલમાન ખાને હવે 13 જૂન સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. ફરિયાદી અશોક પાંડેએ નીચલી કોર્ટના આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જેના કારણે અભિનેતાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે.
આ પણ વાંચો:'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ
ફરિયાદીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી :કથિત પત્રકાર અને ફરિયાદી અશોક પાંડેએ ટ્રાયલ કોર્ટના આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સમન્સ પર સ્ટે વધારીને સલમાન ખાનને રાહત આપવાના કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમના સોગંદનામામાં અશોક પાંડેએ કથિત રીતે કહ્યું છે કે, અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું, પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલમાન અને તેના બોડીગાર્ડને સમન્સ જારી કરવામાં આવ્યા હતા.