મુંબઈઃસ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા ( Sidhu Musewala Murder) બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર જીવનું જોખમ વધી ગયુ છે. આવી સ્થિતિમાં અભિનેતાની સુરક્ષાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હવે તેની સુરક્ષા વધારીને મુંબઈ પોલીસે (Mumbai Police) તેને Y પ્લસ સુરક્ષા (Salman Khan y plus security ) આપી છે. વાસ્તવમાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી, ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. તે જ સમયે, બોલીવુડના બે દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને અનુપમ ખેરને X શ્રેણીની સુરક્ષા મળી છે.
Y પ્લસ સુરક્ષા: તમને જણાવી દઈએ કે, સિંગર મુસેવાલાની હત્યા બાદ એ વાત સામે આવી હતી કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. ત્યારપછી મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને તેણે અભિનેતાની સુરક્ષામાં કોઈ ઢીલ છોડી ન હતી. હવે 1 નવેમ્બરે મુંબઈ પોલીસે તેને Y પ્લસ સુરક્ષા પૂરી પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર અને અનુપમ ખેરને X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
સલમાન ખાનને ક્યારે મળી ધમકી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 5 જૂને સલમાન ખાનના પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન બાંદ્રા બસ સ્ટેન્ડ પર એક અજાણ્યો પત્ર મળ્યો હતો. આ ધમકીભર્યા પત્રમાં સલમાન ખાન અને સલીમ ખાનને પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે લોરેન્સના શાર્પ શૂટર પાસે સાયલેન્સર ગન ન હોવાથી સલમાન કેનને ગોળી મારી શક્યો ન હતો.