મુંબઈઃ 68માં ફિલ્મફેર એવોર્ડની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ અંગે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને શાનદાર લુકમાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મફેર એવોર્ડને લઈને પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ સાથે સલમાન ખાને કહ્યું કે, આ એવોર્ડ સાથે જોડાયેલી તેની સાથે મોટી છેતરપિંડી થઈ છે. સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિશે પણ મોટી વાત કરી હતી, જેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે સલમાનની આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો:Hanuman Jayanti 2023: હનુમાન જયંતિ પર ભક્તોને મોટી ભેટ, રિલીઝ થયું 'આદિપુરુષ'નું નવું પોસ્ટર
સલમાન ખાનની પ્રેસ કોન્ફરન્સ: પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સલમાન ખાને કહ્યું, ''મને કહેવામાં આવ્યું હતું કે, તમે એવોર્ડ શોમાં પરફોર્મ કરશો અને પછી તમને એવોર્ડ આપવામાં આવશે. મને જાણ કરવામાં આવી હતી કે, મને એવોર્ડ આપવામાં આવશે અને હું મારા આખા પરિવાર સાથે એવોર્ડ શોમાં પહોંચ્યો હતો. જ્યારે એવોર્ડની જાહેરાત થઈ રહી હતી, ત્યારે મારી સાથે નોમિનેટ થયેલા કલાકારોના નામ લેવામાં આવ્યા હતા. જેમાં જેકી શ્રોફનુંં નામ પણ સામેલ હતું અને તે તેમને આપવામાં આવ્યું હતું.''
આ પણ વાંચો:Srk And Gauri Fight: Nmacc ઈવેન્ટમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે જોવા મળ્યા અલગ અવતારમાં, ચાહકો થયા ગુસ્સે
સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ: સલમાન ખાને કહ્યું કે, તે એ વાતથી દુખી નથી કે તેને એવોર્ડ ન મળ્યો. જ્યારે તે ગુસ્સે હતો કે, તેની સાથે ખોટું બોલવામાં આવ્યું. આ પછી સલમાન ખાને કહ્યું કે, તે હવે પછી ક્યારેય પરફોર્મ નહીં કરે. પરંતુ ફિલ્મફેર એવોર્ડ શોના નિર્માતાઓની સમજાવટ બાદ સલમાન ખાન રાજી થયો હતો. પરંતુ તેણે આ શોમાં પર્ફોર્મ કરવા માટે પૈસા માંગ્યા અને પછી અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરને પણ પરફોર્મ કરવા દેવા કહ્યું. સલમાન ખાને કહ્યું કે, તે ફિલ્મફેરમાં પરફોર્મ કરવા માટે પૈસા માંગવા લાગ્યો હતો. ફિલ્મફેર એવોર્ડ 27 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે.