ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સલમાનની ફિલ્મનું નવું ટાઈટલ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' જાહેર - salman khan announces

જે ફિલ્મને અત્યાર સુધી 'કભી ઈદ કભી દિવાળી' અને 'ભાઈજાન' કહેવામાં આવતી હતી. સલમાને હવે બધું ક્લિયર કરી દીધું છે. ફિલ્મનું નવું ટાઈટલ હવે 'કિસી કા ભાઈ, કિસી કી જાન' જાહેર (salman khan announces title Kisa ka Bhai Kisi ki Jaan) કર્યુ છે.

Etv Bharatસલમાનની ફિલ્મનું નવું ટાઈટલ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' જાહેર
Etv Bharatસલમાનની ફિલ્મનું નવું ટાઈટલ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' જાહેર

By

Published : Sep 5, 2022, 12:40 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની નવી ફિલ્મનું ટાઇટલ જાહેર (salman khan announces title Kisa ka Bhai Kisi ki Jaan) કર્યું છે. જે ફિલ્મને અત્યાર સુધી 'કભી ઈદ કભી દિવાળી' અને 'ભાઈજાન' કહેવામાં આવતી હતી. સલમાને હવે બધું સાફ કરી દીધું છે. ફિલ્મના નામનું નવું ટાઈટલ હવે 'કિસી કા ભાઈ, કિસી કી જાન' છે. આ સાથે સલમાન ખાને ફિલ્મનું શાનદાર ટીઝર પણ રિલીઝ (Kisa ka Bhai Kisi ki Jaan Teaser Relese) કર્યું છે, જેમાં ભાઈનો લૂક જોરદાર દેખાય છે.

આ પણ વાંચો:રૌનક કામદારની આગામી ફિલ્મ 'ચબૂતરો'નું મોશન પોસ્ટર રિલીઝ

આ કલાકારો મહત્વની ભૂમિકામાં:આ ટીઝર સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાન ખાન અને પૂજા હેગડે સિવાય ફિલ્મમાં સાઉથ એક્ટર વેંકટેશ, શહનાઝ ગિલ, પલક તિવારી, પંજાબી સિંગર અને એક્ટર જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હશે. ફરહાદ સામજી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

આ ફિલ્મની એક ઝલક શેર: આ પહેલા સલમાન ખાને બોલિવૂડમાં 34 વર્ષ પૂરા થવા પર આ ફિલ્મની એક ઝલક શેર કરી હતી. હવે સલમાને ચાહકોની મૂંઝવણ દૂર કરીને બધું જ ક્લિયર કરી દીધું છે. અગાઉ આ ફિલ્મમાં કલાકારોની બદલીના સમાચારે ખૂબ જોર પકડ્યું હતું.

આ પણ વાંચો:પાર્ટીમાં ખિસ્સામાં કાચનો ગ્લાસ લઈને પહોંચ્યો સલમાન વીડિયો વાયરલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો: પરંતુ હવે ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ સામે આવી છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન' સિવાય સલમાન ફિલ્મ 'ટાઈગર-3'ને લઈને ચર્ચામાં છે. 'ટાઈગર-3' સલમાન અને કેટરીના કૈફની જોડી દર્શકોને એકવાર જોવા મળશે. 'ટાઈગર 3'ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર 21 એપ્રિલ, 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details