હૈદરાબાદ એક તરફ 75માં સ્વતંત્રતા દિવસના 75 independence day અવસર પર આખો દેશ આઝાદીના અમૃત મહોત્સવની azadi ka amrit mahotsav 2022 ઉજવણી કરી રહ્યો છે તો બીજી તરફ આઝાદીની ઉજવણી વચ્ચે સલમાન ખાને ચાહકોની ખુશીને બેવડાવી દીધી છે. સલમાન ખાને તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટાઈગર 3ની રિલીઝ ડેટ જાહેર Tiger 3 release date કરી દીધી છે. હા, ચાહકોને હવે આ ફિલ્મ માટે વધુ રાહ જોવી પડશે નહીં. સલમાને ચાહકોને ગિફ્ટ આપવા માટે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. સલમાન ફિલ્મ 'એક થા ટાઈગર'ના દસ વર્ષ પૂરા થયાની ઉજવણી પણ કરી રહ્યો છે.
આ પણ વાંચોમુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યું
સલમાન ખાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો તમને જણાવી દઈએ કે, સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મ એક થા ટાઈગરના 10 વર્ષ પૂરા થવા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ બંને ફિલ્મોની ક્લિપ્સ બતાવવામાં આવી છે.