મુંબઈઃ 'સડક 2' અને 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોમાં કામ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ ક્રિશન પરેરા મુશ્કેલીમાં છે. મળતી માહિતી મુજબ અભિનેત્રી સંયુક્ત આરબ અમીરાતની શારજાહ સેન્ટ્રલ જેલમાં બંધ છે. લગભગ બે અઠવાડિયા પહેલા પરેરાની ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરિવારે દાવો કર્યો હતો કે, શારજાહ એરપોર્ટ પર ઉતર્યા બાદથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી.
આ પણ વાંચો:South Actor Birthday: અભિનેતા વિક્રમનો 57મો જન્મદિવસ, તેમની નવી ફિલ્મ 'tanglan'નું ટીઝર રિલીઝ
ક્રિસન પરેરાની ધરપકડ: અભિનેત્રીના પરિવારે જણાવ્યું કે, આ ઘટનાના 72 કલાક પછી જ ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા તેમની ધરપકડની જાણ કરવામાં આવી હતી. આ બાબત વિશે ખુલાસો કરતાં તેણીના પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને રવિ નામના એક વ્યક્તિ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. જેમણે સૌપ્રથમ તેની માતા પ્રેમીલે પરેરાને તેની પુત્રી સાથે પરિચય કરાવવા માટે સંપર્ક કર્યો હતો. કારણ કે, તે આગામી આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝ માટે પ્રતિભાની શોધમાં હતા.