મુંબઈ:RRRનું ગીત 'નાટુ નાટુ' બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ થવાના અવસર પરકેલિફોર્નિયાની બેવર્લી હિલ્ટન હોટેલમાં 95મી ઓસ્કાર નોમિનીઝ લંચ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટિમાં અમેરિકન અને કેનેડિયન કલાકારોએ આ પાર્ટીમાં હાજરી આપી હતી. એક ઐતિહાસિક પાર્ટીંમાં MM કિરવાણી ગુનીત મોંગા અને શૌનક સેન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:Lalita Azmi Passed Away: પીઢ ચિત્રકાર લલિતા લાઝમીનું મુંબઈમાં 90 વર્ષની વયે થયું નિધન
ઓસ્કાર નોમિનીઝ લંચ 2023: 95મો ઓસ્કાર એવોર્ડ તારીખ 12 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. આ વખતે માત્ર એક નહીં પરંતુ ત્રણ મહત્વની ભારતીય ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતવાની રેસમાં છે. RRRનું ગીત 'નાટુ નાટુ' બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ થયું છે. 'નાટુ નાટુ' અગાઉ આ જ કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચૂકી છે. શૌનક સેનની 'ઓલ ધેટ બ્રેથ્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ અને ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વિસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ કરવામાં આવી છે.
પાર્ટીમાં ઉપસ્થિત ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહેમાન: 95મી ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ના ગીતકાર MM કિરવાણી ધ એકેડમી દ્વારા આયોજિત લંચમાં પહોંચ્યા હતા. 'ધ એકેડમી' દ્વારા આયોજિત આ લંચ પાર્ટીમાં 95માં ઓસ્કાર માટે નોમિનેટ થયેલા ફિલ્મ સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી MM કિરવાણી, ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા અને ફિલ્મ નિર્માતા શૌનક સેન પણ પહોંચ્યા હતા.
પાર્ટીમાં ઉપસ્થિત અમેરિકન અને કેનેડિયન મહેમાન: અમેરિકન કલાકારો ટોમ ક્રૂઝ, મિશેલ વિલિયમ્સ, સારાહ પોલી, રિયાન જોન્સન, મેરી જોફ્રેસ અને ડિયાન વોરેન કે જેઓ ઘણી વખત નોમિની થઈ ચૂક્યા છે, તેમણે પણ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કેનેડિયન અને અમેરિકન કલાકાર બ્રાન્ડોન ફ્રેઝર, હોંગ ચાઉ, ઓસ્ટિન બટલર, કે હુઇ ક્વાન અને પોલ મેસ્કલ, જેમને પ્રથમ વખત ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા તેઓએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો:Valentine Day 2023: 'વેલેન્ટાઈન ડે' પર સેલેબ્સ પોતાના પાર્ટનરને આ રિતે પાઠવી રહ્યાં છે શુભેચ્છા, જુઓ અહિં પોસ્ટ
ઓસ્કાર નોમિની લંચ: જેમાં એવોર્ડ વિજેતા ગીત નટુ-નટુના સંગીતકાર MM કિરવાની પણ જોવા મળ્યા હતા. ગુનીત મોંગા અને શૌનક સેને પણ લંચ પાર્ટીમાં તેમની હાજરીનો અનુભવ કરાવ્યો હતો. અમેરિકન ફિલ્મ દિગ્દર્શકો સ્ટીવન સ્પીલબર્ગ, રોજર ડીકિન્સ અને જસ્ટિન હર્વિટ્ઝ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા.