મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહર તારીખ 25 મેના રોજ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેમના ફેન્સ અને સેલેબ્સ કરણ જોહરને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. અહીં, કરણ જોહરે પણ તેના ચાહકોનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને તેમના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. કરણ જોહરે તેની પોતાની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.
ફર્સ્ટ લુક રિલીઝ: ફિલ્મનો ફર્સ્ટ લૂક ખૂબ જ શાનદાર અને જોવાલાયક છે. નોંધપાત્ર વાત એ છે કે, કરણ જોહરે તેના ચાહકો માટે સંપૂર્ણ યોજના સાથે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ ફિલ્મ આ વર્ષે તારીખ 28 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના રણવીર સિંહના 'રોકી' પાત્રનો ફર્સ્ટ લૂક જોયા બાદ જાણવા મળે છે કે, તે દિલધડક અને ઓલરાઉન્ડર પ્રેમીની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેતાનો ફર્સ્ટ લુક: ફિલ્મમાંથી રણવીર સિંહના બે ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યા છે. બંને પોસ્ટરમાં રણવીર સિંહ ડેશિંગ દેખાઈ રહ્યો છે. એક પોસ્ટરમાં તે જેકેટ અને આંખો પર ચશ્મા પહેરેલો જોવા મળી રહ્યો છે અને બીજા પોસ્ટરમાં રણવીર સિંહનો શર્ટ ખુલ્લો છે અને તેના ગળામાં સોનાની જાડી ચેન લટકેલી છે. તેની સાથે વાળ ફેલાયેલા છે અને તે આંખો પર મોટા ચશ્મા લગાવીને હસતો જોવા મળે છે.
અભિનેત્રીનો પર્સ્ટ લુક: બીજી તરફ ફિલ્મમાંથી સામે આવેલ આલિયા ભટ્ટના 'રાની'ના લુકને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે ફિલ્મમાં એક સાદી છોકરીના રોલમાં જોવા મળશે. જેના પર રોકી નજર નાખતા જોવા મળશે. આલિયા ભટ્ટ તેના બંને લુકમાં 'દેસી ગર્લ' સ્ટાઈલમાં જોવા મળી રહી છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Mamta Soni Movie: ગુજરાતી ફિલ્મ 'ખારા પાણીની પ્રીત' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, મમતા સોનીએ પોસ્ટ કરી શેર
- Bloody Daddy trailer: 'બ્લડી ડેડી'નું ટ્રેલર રિલીઝ, જુઓ શાહિદ કપૂરનો એકશન અવતાર
- Welcome Purnima Releases: હિતેન કુમાર માનસી રાચ્છ અભિનીત ફિલ્મ 'વેલકમ પૂર્ણિમા' થિયેટરોમાં રિલીઝ