હૈદરાબાદ:બીજા સપ્તાહમાં કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી હતી. તેમની 15.27 ટકા ઓક્યુપન્સીને કારણે ફિલ્મે બીજા સોમવારે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યુ હતું. કોઈ પણ તહેવાર કે ઉત્સવ ન હોવા છતાં આ ફિલ્મ સ્થાનિક અને વિદેશમાં સારી કમાણી કરી રહી છે.
200 કરોડની કમાણી: ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે સોમવારે 11માં દિવસે રુપિયા 4.25 કરોડની કમાણી કરી હતી. જેથી સ્થાનિક આવક રુપિયા 109.33 કરોડ થઈ ગઈ છે. જો કે, તાજેતરમાં જ સ્થાનિક સ્તરે બોક્સ ઓફિસ પર 100 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહિં પરંતુ આ ફિલ્મે ચોથા દિવસે વૈશ્વિક સ્તરે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે 11માં દિવસે 200 કરોડનો આંકડો પાર કર્યો છે.
નિર્માતાએ આભાર માન્યો: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' સાથે કરણ જોહર ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શકની ખુરશી પર પાછા ફર્યા છે. 'એ દિલ હૈ મુશ્કિલ' પછી 7 વર્ષના વિરામ પછી કરણ જોહર તેમની ફિચર ફિલ્મ સાથે પાછા ફર્યા છે. 'એ દિલ હૈ મુશ્કિલ'માં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માએ અભિનય કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ નિર્માતાએ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ માટે આભાર સંદેશ પોસ્ટ કર્યો છે.