હૈદરાબાદ: કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં સારું પ્રદર્શન કર્યુ છે. આ ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે અને બીજા સપ્તામાં પ્રવેસ કર્યો છે. રણવીર સિંહ અને આલિયા બટ્ટ દ્વારા અભિનીત ફિલ્મે 80 કરોડનો આંકડો પરા કરી લીધો છે અને મજબૂત બની ગઈ છે. બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે.
બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની શુક્રવારની કમાણીમાં વૃદ્ધ જોવા મળે છે. આ રણવીર-આલિયાની ફિલ્મ બોક્સ ઓફિસ પર 9માં દિવસે ચાલી રહી છે. કરણની ફિલ્મે 8માં દિવસે 6.90 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે અગાઉના દિવસનું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 6.20 કરોડ રુપિયા હતું. આ ફિલ્મ 178 કરોડ રુપિયાના બજેટમાં બનેલી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 80.23 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે વર્લ્ડવાઈટ બોક્સ ઓફિસ પર ચોથા દિવસે 100 કોરડનો આંકડો પાર કરી લીધો હતો.
આલિયા-રણવીરની જોડી: કરણ જોહર 7 વર્ષના વિરામ બાદ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો જાદુ ચલાવવા માટે પાછા ફર્યા છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહને જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'માં ઉતાર્યા બાદ હવે આ બીજી વખત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળે છે. આ કૌટુંબિક સંબંધો પર આધારિત ડ્રામા ફિલ્મ છે. સબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર દ્વારા અભિનીત ફિલ્મ છે.
ઓપેનહેમર-બાર્બી સાથે ટક્કર: કરણ જોહરની ફિલ્મ 'રોકા ઔર રાની કી પ્રેમ કહાની' એ ધર્મા પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ તારીખ 28 જુલાઈએ 3200 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ભારતીય બોક્સ ઓફિસ પર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ઓપેનહેમરે' પકડ જમાવી હતી. આ દરમિયાન એક બીજી ગ્રેટા ગેરવિગની હોલિવુડ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી રહી હતી. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર' અને 'બાર્બી'ને માત આપી છે.
- Ghoomer Trailer Out: એક હાથે અનીના ક્રિકેટ રમશે, અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઘૂમર'નું ટ્રેલર રિલીઝ
- Hu Chu Mr Shankars First Look Out : કોમલ ઠક્કર સ્ટારર ગુજરાતી ફિલ્મ 'હું છું મિ. શંકર' નો ફર્સ્ટ લુક સામે આવ્યો
- Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે જાણો તેમના કેરિયર વિશે