મુંબઈ: નિર્દેશક કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને દર્શકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનીત ફિલ્મે ફક્ત 4 જ દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે લગભગ 11.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે 16.05 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે હવે 5માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું છે તે અહિં જાણીએ.
'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં પકડ જમાવી, અહિં જાણો 5માં દિવસનુ કલેક્શન - કરણ જોહર
'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફલ્મે ફક્ત 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસે ચાલી રહી છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું 5માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યુ છે. કરણ જોહર નિર્દેશિત ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જાણાવા માટે આગળ વાંચો.
5માં દિવસની કમાણી: આલિયા ભટ્ટ અને રણવીર સિહંની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ છઠ્ઠા દિવસે ચાલી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે લગભગ 11.10 કરોડ, બીજા દિવસે 16.05 કરોડ ત્રીજા દિવસે 18.75 કરોડ રુપિયાની કમાણી કરી હતી, જે ફિલ્મની સૌથી વધુ કમાણી હતી. ચોથા દિવસે લગભગ 7.02 કરોડનું કલેક્શન કર્યુ હતું. આમ ચોથા દિવસે ફિલ્મ 50 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણની ફિલ્મે પાંચમાં દિવસે લગભગ 7 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ હતું. આ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 59.92 કરોડ રુપિયા થઈ ગયુ છે.
100 કરોડનું લક્ષ્ય: 7 વર્ષ બાદ કરણ જોહર ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માટે પાછા ફર્યા છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ લગભગ 160 કોરડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 100 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે, ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરશે કે કેમ.