મુંબઈ: આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર તુફાન મચાવ્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 12માં દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કોરડ રુપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. હવે ફિલ્મની 12માં દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે.
Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના બિઝનેસમાં થયો ઘટાડો, 12માં દિવસે આટલી કમાણી કરી - રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું બોક્સ ઓફિસ કલેક્શન
'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જમાવી રાખી છે. આ સાથે ફિલ્મના 12માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. આ દરમિયાન તારીખ 11 ઓગસ્ટના રોજ 'OMG 2' અને 'ગદર 2' બોક્સ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે. જેની અસર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મની કમાણી પર થઈ શકે છે.
બોક્સ ઓફિસ કલેકશન: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' શનિવાર અને રવિવારે ધમાકેદાર કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે તારીખ 5 ઓગસ્ટે 11.50 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા રવિવારે પોતાની કમાણીની ઝડપને આગળ વધારતા 13.50 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જેના પછી ફિલ્મે કુલ 105.08 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા સોમવારે ફિલ્મની કમાણી કરવાની ઝડપ થોડી ધીમી થઈ ગઈ હતી. તારીખ 7 ઓગસ્ટે 4.30 કરોડ રુપિયાની કમાણી કહી હતી.
ફિલ્મની કમાણીમાં ઘડાડો: કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના 12માં દિવસની કમાણીની વાત કરીએ તો, મંગળવારે પણ ફિલ્મની ઝડપ થોડી ધીમી રહી છે, તારીખ 8 ઓગસ્ટે ફિલ્મે બોક્સ ઓફિસ 4 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 113.38 કરોડ રુપિયા થઈ ગયું છે. તારીખ 11 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે. હવે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને થયેટરમાં ટકી રહેવું મુશ્કેલ બનશે.