હૈદરાબાદ:ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ લવ સ્ટોરી બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. ફિલ્મે 10માં દિવસે સ્થાનિક સ્તરે બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી લીધી છે. બીજા રવિવારે તારીખ 6 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આ ફિલ્મે તેના 10માં દિવસના કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર રુપિયા 100 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ તારીખ 7મી ઓગસ્ટે 11માં દિવસે પ્રવેશી છે.
RRKPK Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ મચાવી ધૂમ, 100 કરોડનો આંકડો પાર - રોકી ઔર રાની કી પ્રેમ કહાની 100 કરોડ ક્લબ
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડીની બીજી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે 10માં દિવસે બોક્સ ઓફિસ પર તુફાન મચાવ્યું છે. 7 વર્ષ બાદ ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફરેલા નિર્માતા કરણ જોહરની ફિલ્મે જોરદાર કમાણી કરી છે.
બોક્સ ઓફિસ કલેક્શન: રણવીર અને આલિયા ભટ્ટની હિટ જોડીની બીજી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' દર્શકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મને 10માં દિવસે બોક્સ ઓફિસ પર દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. એટલું જ નહિં, પરંતુ 10માં દિવસે સ્થાનિક બજારમાં સારો બિઝનેસ કર્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 73.33 કરોડ રુપિયા અને બીજા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મે શનિવારે 9માં દિસવે 11.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આ ફિલ્મે 10માં દિવસે રવિવારે 13.50 કરોડ રુપિયાની કમાણી કરી હતી.
ફિલ્મનું કુલ કલેક્શન: હવે આ ફિલ્મનુ કુલ કલેકશનની વાત કરીએ તો, 105.08 કરોડ રુપિયા થઈ ગયું છે. હવે આ ફિલ્મની ટક્કર બોલિવુડની મોટી બે ફિલ્મો સાથે થશે. અગાઉ બોક્સ ઓફિસ પર હોલિવુડની બે ફિલ્મ 'ઓપેનહેમર' અને 'બાર્બી' સાથે થઈ હતી. હવે બોલિવુડની બે ફિલ્મ અક્ષય કુમારની 'OMG 2' અને સની દેઓલની 'ગદર 2' સાથે ટકરાશે. આ બંને ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.