ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, ઓપેનહેમરને મોટી અસર - રોકી ઔર રાની કી પ્રેમ કહાની બોક્સ ઓફિસ અપડેટ્સ

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' સિનેમાઘરોમાં તારીખ 28 જુલાઈએ રિલીઝ કરવામાં આવી હતી. નિર્દેશક અને નિર્માતા કરણ જોહર દ્વારા કૌટુબિક સંબંધો પર બનાવવામાં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મેળવવામાં સફળ રહી છે. આ ફિલ્મનું પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનને જાણવા માટે આગળ વાંચો.

'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો ઓપેનહેમરને કેટલી અસર થઈ
'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો ઓપેનહેમરને કેટલી અસર થઈ

By

Published : Jul 29, 2023, 10:43 AM IST

હૈદરાબાદ: ચાહકોમાં ઘણા સમયથી રાહ જોવાતી કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ગઈકાલે થિયેટરોમાં જોવા મળી હતી. બોલિવુડના સ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મ છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ફિલ્મની કમાણીની વાત કરીએ તો, ડબલ ડિજીટની કમાણી કરવા છતાં બોક્સ ઓફિસ પર ધીમી શરુઆત થઈ છે.

બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્ક ઈન્ડસ્ટ્રી ટ્રેકરના જણાવ્યા અનુસાર, 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મની ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસની કમાણી 11.50 કોરડથી વધુ થઈ છે. આ ફિલ્મની હિન્દી વર્ઝનમાં ઓક્યુપેન્સીની વાત કરીએ તો, સવારમાં 12.16 ટકા અને નાઈટમાં 36.85 ટકા ઓપક્યુેન્સી જોવા મળી હતી. આમ એકંદરે હિન્દી ઓક્યુપેન્સી 21.25 ટકા પ્રથમ દિવસે જોવા મળી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: કરણ જોહર 7 વર્ષ બાદ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ લઈને આવ્યા છે, ત્યારે આ ફિલ્મ ઉપર ઘણી અપેક્ષા રાખવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શાનદાર ભૂમિકામાં નજર આવી રહ્યાં છે. 'ગલી બોય'માં ભૂમિકા ભજવ્યા બાદ હવે આ જોડી બીજી વખત પોતાનો કમાલ કરવા જઈ રહી છે. એટલું જ નહિં પરંતુ આ ફિલ્માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય અન્ય મોટા કલાકારો પણ સામેલ છે. જેમાં ધર્મેન્દ્ર, સબાના આઝમી અને જયા બચ્ચન જોવા મળે છે.

ઓપેનહેમરને મોટી અસર: 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ભારતીય બોક્સ ઓફિસ પર અન્ય બે હોલિવુડ ફિલ્મ 'ઓપેનહેમર' અને 'બાર્બી' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધમાલ કરી છે. હવે આલિયા ભટ્ટ અન રણવીરની ફિલ્મ રિલીઝ થતા, આ બન્ને ફિલ્મને મોટો ફટકો પડ્યો છે. 'ઓપેનહેમર'ની કમાણી લગભગ 50 થી 75 ટકા જેટલી અસર થઈ છે. હવે જોવાનું રહ્યું કે, 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' દર્શકોને આકર્ષિત કરે છે કે કેમ.

  1. Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ Pilને ફગાવી દીધી છે, પાયાવિહોણા આરોપો લગાવ્યા
  2. Srk Gauri : લગ્ન માટે શાહરુખ ગૌરીએ તેમના બદલ્યાં હતાં નામ, કિંગ ખાનનું નામ હતું ખાસ
  3. Tamil Actress Shobana: શોબાનાના ઘરમાંથી 41,000 રુપિયાની ચોરી, અભિનેત્રીએ હકીકત જાણીને ફરિયાદ પાછી ખેંચી

ABOUT THE AUTHOR

...view details