ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

RRPK Trailer OUT : 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં લવસ્ટોરી - રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટ્રેલર

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ રોકી ઔર રાનીની લવ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ લવસ્ટોરી, લાગણી, કોમેડથી ભરપૂર છે. આ ફિલ્મમાં રણબીર-આલિયાની જોરદાર કેમેન્સ્ટ્રી જોવા મળે છે. અહિં જુઓ ટ્રેલર.

'રોકી અને રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં લવસ્ટોરી
'રોકી અને રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં લવસ્ટોરી

By

Published : Jul 4, 2023, 12:57 PM IST

મુંબઈઃરણવીર સિંહ અને આલિયા ભટ્ટના ફેન્સની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ હિટ કપલની રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર તારીખ 4 જુલાઈએ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર, એક ટીઝર અને એક રોમેન્ટિક ગીત 'તુમ ક્યા મિલે' પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટના ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ફિલ્મ પૂરી થઈ ગઈ છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ: કરણ જોહર અને ફિલ્મની સ્ટારકાસ્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ફિલ્મનું ટ્રેલર તારીખ 4 જુલાઈએ બપોરે 12 વાગ્યે રિલીઝ કરવામાં આવશે અને હવે આ સ્ટાર્સના વચન મુજબ ફિલ્મનું ટ્રેલર દર્શકો સુધી પહોંચી ગયું છે. કરણ જોહરની ફિલ્મોમાં લાગણી, ફેમિલી ડ્રામા અને પ્રેમ-રોમાન્સનો સ્વભાવ હોય છે. ચાર વર્ષ પછી ડિરેક્શન હેઠળ આવેલી કરણ જોહરની ફિલ્મ 'રોકી અને રાની કી પ્રેમ કહાની'માં પણ કંઈક આવું જ કહે છે.

ફિલ્મની રિલીઝ ડેટ: કરણે પહેલેથી જ કહ્યું છે કે, આ વાર્તા જટ્ટ પંજાબી (રણવીર સિંહ) અને બંગાળી પરિવાર (આલિયા ભટ્ટ) વચ્ચે બનાવવામાં આવી છે. તેમના પરિવારમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મહત્વના રોલમાં જોવા મળશે. રણવીર અને આલિયાના ફેન્સને આ ફિલ્મ માટે વધુ રાહ જોવી પડશે નહીં. નોંધનિય છે કે, ફિલ્મ 'રોકી અને રાની કી કહાની' તારીખ 28 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અગાઉ ચાલુ વર્ષના વેલેન્ટાઈન ડેના અવસર પર રીલિઝ થવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.

  1. Satyaprem Ki Katha: કાર્તિક આર્યનની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું સારું પ્રદર્શન, ચાહકોનો માન્યો આભાર
  2. Usa Film Festival: દહેગામના એક શિક્ષકની શોર્ટ ફિલ્મ Usa ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી, ભારતને ગૌરવ અપાવ્યું
  3. Tina Ambani: ટીના અંબાણી Ed સમક્ષ હાજર થયા, ફેમા કેસ હેઠળ અભિનેત્રીની પૂછપરછ કરાઈ

ABOUT THE AUTHOR

...view details