ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Tina Turner Passes Away: 'રોક એન રોલ' ગાયિકા ટીના ટર્નરનું અવસાન, સ્વિટ્ઝર્લેન્ડમાં લીધા અંતિમ શ્વાસ - ગાયિકા ટીના ટર્નર

ગીત 'રોક એન રોલ' ફેમ પ્રખ્યાત ગાયિકા ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન થયું છે. કેન્સરના કારણે તેમણે સ્વટ્ઝર્લેન્ડમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. ટીના ટર્નરનો જન્મ વર્ષ 1939માં થયો હતો તે સાઠના દાયકામાં પોપ સંગીતમાં જાણીતું નામ બની ગયું હતું. 90ના દાયકામાં તેમણે એક પછી એક લોકપ્રિય ગીતો આપ્યા છે.

'રોક એન રોલ' ગાયિકા ટીના ટર્નરનું અવસાન, સ્વિટ્ઝર્લેન્ડમાં લીધા અંતિમ શ્વાસ
'રોક એન રોલ' ગાયિકા ટીના ટર્નરનું અવસાન, સ્વિટ્ઝર્લેન્ડમાં લીધા અંતિમ શ્વાસ

By

Published : May 25, 2023, 11:01 AM IST

મુંબઈ:લોકપ્રિય ગીત 'રોક એન રોલ' ફેમ પ્રખ્યાત ગાયિકા ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે અવસાન થયું છે. સિંગરના આસિસ્ટન્ટના જણાવ્યા અનુસાર, સિંગરે લાંબી માંદગી બાદ ઝ્યુરિચમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. ટીનાની ગણતરી વિશ્વની મહાન ગાયિકાઓમાં થાય છે. તેમણે 6 દાયકા સુધી પોતાના ગીતોથી લોકોનું મનોરંજન કર્યું છે. તેણે તેની સિંગિંગ કારકિર્દીમાં એકથી એક હિટ ગીત ગાયા છે, જેમાં 'વ્હાટ્સ લવ ગોટ ટૂ ડૂ વિથ ઈટ'નો સમાવેશ થાય છે. આ ગીતમાં ગાયકે પ્રેમને સેકન્ડ હેન્ડ ઈમોશન ગણાવ્યો છે.

ટીના ટર્નરનું નિધનઃ 83 વર્ષીય ગાયકનું તારીખ 24 મે સ્વિટ્ઝર્લેન્ડમાં કેન્સરને કારણે અવસાન થયું હતું. ટીનાએ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા તેમના નિધનથી તેમના સંબંધી અને ચાહકોમાં સ્વાભાવિક રીતે શોકની લહેર છવાઈ ગઈ છે. આ ગાયકના નિધનથી મનોરંજન જગત જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રના લોકો પણ આઘાતમાં છે. સુપ્રસિદ્ધ ગાયકને યાદ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

US પ્રમુખનું નિવેદન: યુએસ પ્રમુખ દ્વારા બુધવારે એક સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં લખ્યું છે કે, "તેઓ રોક એન્ડ રોલની ક્વિન તરીકે પ્રખ્યાત થઈ તે પહેલાં, ટીના ટેનેસીની એક ફાર્મ ગર્લ હતી. તેણે બાળપણમાં ચર્ચમાં ગાયકો સાથે કોરલ મ્યૂઝિકમાં બાગ લીધો હતો. તે ધીમે ધીમે સર્વકાલીન મહાન કલાકારોમાંની એક બની ગઈ હતી. એક માત્ર મહિલા જેણે પોપ, રોક અને આર એન્ડ બીનું સંયોજન કર્યું છે. તમામ કેટેગરીમાં કુલ 12 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ તેમની બહુમુખી પ્રતિભા, સર્જનાત્મકતા અને તેના ચાહકો માટે તેની ગ્રહણશીલતાનો પુરાવો છે. લાખો લોકો તેના કોન્સર્ટમાં ઉમટી પડ્યા હતા. તેના 'ઉચ્ચ- ઓક્ટેન ડાન્સ પણ ખૂબ જ લોકપ્રિય હતો. તેની આઇકોનિક હિટ ફિલ્મોમાં 'પ્રાઉડ મેરી', 'ધ બેસ્ટ', 'વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઇટ' છે જે આવનારા વર્ષો સુધી ચાહકો માટે ખજાનો બની રહેશે."

ઓબામાએ આપી શ્રદ્ધાંજલિ: બીજી તરફ ઓબામાએ ટ્વિટર પર ટીના ટર્નરને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્વીટમાં તેણે લખ્યું કે, "ટીના ટર્નર એકદમ અસલી હતી. તે એક શક્તિશાળી અવાજ હતી, તે અણનમ હતી. તેણે પોતાની જાતને અયોગ્ય રીતે બહાર મૂકી દીધી હતી. તેણે પોતાનું સત્ય બોલ્યું, તેની પીડા, આનંદ, વિજય અને પરાજયની વાર્તા ગાયી. આજે રોક એન્ડ રોલની રાણીનું સન્માન કરવા માટે વિશ્વ જોડાય છે." એકસૂત્રમાં આજે ચાહકો સાથે જોડાઈ રહ્યા છીએ. તેઓ એક એવા સ્ટાર છે જેની તેજસ્વીતા ક્યારેય ઝાંખી નહીં થાય."

  1. Mamta Soni Movie: ગુજરાતી ફિલ્મ 'ખારા પાણીની પ્રીત' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, મમતા સોનીએ પોસ્ટ કરી શેર
  2. Bloody Daddy Trailer: 'બ્લડી ડેડી'નું ટ્રેલર રિલીઝ, જુઓ શાહિદ કપૂરનો એકશન અવતાર
  3. Welcome Purnima Releases: હિતેન કુમાર માનસી રાચ્છ અભિનીત ફિલ્મ 'વેલકમ પૂર્ણિમા' થિયેટરોમાં રિલીઝ

ABOUT THE AUTHOR

...view details