ન્યૂઝ ડેસ્ક:સુપરહિટ ફિલ્મ 'ધૂમ' ફેમ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો (Rimi sen Fraud Case) સામે આવ્યો છે. આ મામલામાં અભિનેત્રીએ એક બિઝનેસમેન સામે 4 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા બદલ FIR નોંધાવી (Rimi sen complaint against cheat man) છે. અભિનેત્રીની ફરિયાદના પગલે ખાર પોલીસે આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સાથે જ આરોપીઓને શોધવાની ચીમકી ઉચ્ચારી છે.
જાણો સમગ્ર મામલો: અભિનેત્રીએ ખાર પોલીસ (Khar Police) ને ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ત્રણ વર્ષ પહેલા અંધેરીના ગોરેગાંવમાં રહેતા રૌનક જતિન નામના ઇસમને મળી હતી. આ દરમિયાન જતિને અભિનેત્રીને પોતાની જાળમાં ફસાવી કે તે એક બિઝનેસમેન છે અને તેની પાસે એલઇડી લાઇટની કંપની છે.
આ પણ વાંચો:Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે?, જાણો