ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ray Stevenson passes away: રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો

ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRના અભિનેતા રે સ્ટીવેન્સનનું 58 વર્ષની વયે રવિવારે ઇટાલીમાં અવસાન થયું હતું. અભિનેતાના મૃત્યુ અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. અભિનેતાએ કારકિર્દીની શરુઆત TV શો થી કરી હતી. ત્યાર બાદ તેમણે હોલિવુડ ફિલ્મમાં અભિનયની શરુઆત કરી હતી.

રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો

By

Published : May 23, 2023, 10:27 AM IST

લંડનઃS.S. રાજામૌલીની 'RRR'માં દિલ્હીના દુષ્ટ અને સરમુખત્યારશાહી ગવર્નરની ભૂમિકા ભજવનાર આઇરિશ અભિનેતા રે સ્ટીવેન્સનનું રવિવારે અવસાન થયું હતું, જે અહેવાલ 'વેરાયટી' અનુસાર જાણવા મળે છે. તેઓ 58 વર્ષના હતા. મૃત્યુનું અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઇન્ડિયાના જોન્સ અને ધ લાસ્ટ ક્રુસેડ અભિનેત્રી અને બોન્ડ ગર્લ એલિસન ડૂડીની સામેની તેમની 'RRR' ભૂમિકા માટે ભારતમાં જાણીતા હોવા છતાં, સ્ટીવેન્સનને માર્વેલની થોર ફ્રેન્ચાઇઝીમાં વોલ્સ્ટાગની ભૂમિકા ભજવવા માટે યાદ કરવામાં આવશે.

RRR ટીમે શોક વ્યક્ત કર્યો: ટ્વિટર પર ટીમ 'RRR'એ સમાચાર શેર કર્યા અને લખ્યું, "ટીમમાં અમારા બધા માટે કેવા આઘાતજનક સમાચાર છે. તમે અમારા હૃદયમાં કાયમ રહેશો, SIR SCOTT." સ્ટીવનસને એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ RRRમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી અને તેના અભિનય માટે ભારે પ્રતિસાદ મળ્યો હતો.

અભિનેતાની કારકિર્દીની શરુઆત: સ્ટીવેન્સને તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1990ના દાયકામાં TV શોથી કરી હતી અને ત્યારબાદ વર્ષ 2000ના દાયકામાં હોલીવુડની ફિલ્મોમાં એક્શન રોલ કરવાની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ મુખ્ય ફિલ્મની ભૂમિકા એન્ટોઈન ફુકાની વર્ષ 2004ની સાહસિક મૂવી 'કિંગ આર્થર'માં જોવા મળી હતી. જ્યાં તેણે રાઉન્ડ ટેબલના નાઈટ્સમાંથી એક ડેગોનેટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેનું પાત્ર આર્થર-ક્લાઇવ ઓવેન અને તેના યોદ્ધાઓના ભાઈચારાને મદદ કરવા માટે યુદ્ધમાં પોતાનું બલિદાન આપે છે.

અભિનેતાની ફિલ્મ: વર્ષ 2008માં સ્ટીવેન્સને માર્વેલ ફિલ્મ 'પનિશરઃ વોર ઝોન'માં અભિનયની ભૂમિકા ભજવી હતી. જ્યાં તેણે ફ્રેન્ક કેસલ ઉર્ફે ભાડૂતીની ભૂમિકા ભજવી હતી. ડિઝનીએ માર્વેલ બ્રહ્માંડના અધિકારો મેળવ્યા અને પછી નેટફ્લિક્સ સિરીઝ ડેરડેવિલમાં પાત્રને ફરીથી રજૂ કર્યા તે પહેલાં ઉત્તર અમેરિકામાં લાયન્સગેટ દ્વારા આ ફિલ્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અભિનેતાની છેલ્લી ભૂમિકા: તેમના મૃત્યુ પહેલા સ્ટીવેન્સને આગામી એક્શન-એડવેન્ચર લિમિટેડ સિરીઝ 'અહસોકા'માં અભિનય કર્યો હતો. જે સ્ટાર વોર્સ ફ્રેન્ચાઇઝીમાંથી ધ મેન્ડલોરિયનની સ્પિન-ઓફ છે. તેણે બાયલાન સ્કોલની ભૂમિકા ભજવી હતી. જે ભૂતપૂર્વ જેડી જેઓ ઓર્ડર 66 થી અજ્ઞાત પ્રદેશોમાં ભાગીને બચી ગયા હતા. તે શિન માટે માસ્ટર છે અને થ્રોન માટે સાથી છે. આ તેમનો છેલ્લો રોલ હતો.

  1. Suhana Khan birthday:આજે સુહાના ખાનનો જન્મદિવસ, આ અવસરે જાણો તેમના હેપ્પી પ્લેસ વિશે
  2. homi wadia birth anniversary: નિર્દેશક અને નિર્માતા હોમી વાડિયાની જન્મજયંતિ, તેમની કારકિર્દી પર એક નજર
  3. Sarath Babu Passed Away: ટોલીવુડ અભિનેતા સરથ બાબુનું નિધન, હૈદરાબાદમાં 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ABOUT THE AUTHOR

...view details