ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Raveena Tandon: રવિના ટંડનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાયા પદ્મશ્રીથી સન્માનિત, ચાહકોએ પાઠવ્યા અભિનંદ - રવિના ટંડન રાજભવન

'KGF 2' અભિનેત્રી રવિના ટંડનને બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. રવિનાએ આ યાદગાર દિવસની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર જોઈ ચાહકો પાઠવી રહ્યાં છે અભિનંદન.

Raveena Tandon: રવિના ટંડને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાયા પદ્મશ્રીથી સન્માનિત, ચાહકોએ આપ્યાં અભિનંદ
Raveena Tandon: રવિના ટંડને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાયા પદ્મશ્રીથી સન્માનિત, ચાહકોએ આપ્યાં અભિનંદ

By

Published : Apr 6, 2023, 12:23 PM IST

Updated : Apr 6, 2023, 12:45 PM IST

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન ઓસ્કાર વિજેતા સંગીતકાર MM કીરાવાણી તબલાવાદક ઝાકિર હુસૈન અને ગાયક વાણી જયરામને બુધવારે નવી દિલ્હીમાં 'પદ્મશ્રી'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ 106 લોકોને ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. જેમાંથી 4 મનોરંજન ઉદ્યોગ સાથે સંબંધિત હતા. રવિના અને કીરાવાણી બંને આ સન્માન માટે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

આ પણ વાંચો:Hanuman Jayanti 2023: હનુમાન જયંતિ પર ભક્તોને મોટી ભેટ, રિલીઝ થયું 'આદિપુરુષ'નું નવું પોસ્ટર

રવીનાએ તસવીર કરી શેર: રવીનાએ આ ખાસ ક્ષણને તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. જેમાં તે 'RRR'ના ડિરેક્ટર SS રાજામૌલી સાથે તેના બાળકો અને પતિ અનિલ થડાની સાથે પોઝ આપતી જોવા મળે છે. રવીનાએ તેના સુંદર ઇન્સ્ટાગ્રામ પર આ યાદગાર દિવસની ઘણી તસવીર શેર કરી છે. જેમાં કેપ્શન લખ્યું છે, 'પદ્મશ્રી 23, પ્રેમ અને ઉજવણીનો દિવસ'. પ્રથમ કેટલીક તસવીરમાં રવિના ટંડન તેના પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પોઝ આપી રહી છે.

ચાહકોએ પાઠવ્યા અભિનંદન: એક તસવીરમાં તે 'RRR'ના ડિરેક્ટર SS રાજામૌલી સાથે તેના બાળકો અને પતિ અનિલ થડાની સાથે પોઝ આપતી જોવા મળે છે. છેલ્લી બે તસવીરમાં અભિનેત્રીને રાષ્ટ્રપતિ મુર્મુ પાસેથી પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરતી જોઈ શકાય છે. રવિનાની આ પોસ્ટ પર તેના ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. એક પ્રશંસકે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે, 'છેવટે રવીના ટંડનને પદ્મશ્રી માટે ખૂબ ખૂબ અભિનંદન'. અન્ય એક પ્રશંસકે લખ્યું છે, 'તમારા અને અમારા બધા ચાહકો માટે ગર્વની ક્ષણ.'

આ પણ વાંચો:Srk And Gauri Fight: Nmacc ઈવેન્ટમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે જોવા મળ્યા અલગ અવતારમાં, ચાહકો થયા ગુસ્સે

રવિના ટંડનનું વર્ક ફ્રન્ટ: 'KGF 2' અભિનેત્રી આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'ઘુડચડી'માં જોવા મળશે. જેમાં સંજય દત્ત, પાર્થ સમથાન અને ખુશાલી કુમાર અભિનય કરે છે. આ સિવાય તેમની પાઇપલાઇનમાં 'પટના શુક્લા' પણ છે.

Last Updated : Apr 6, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details