ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રવિના ટંડને હિન્દી VS દક્ષિણ ફિલ્મોના મુદ્દા પર કરી ટિપ્પણી - મનોરંજન

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને હિન્દી ફિલ્મ વિરુદ્ધ સાઉથ ફિલ્મ (Bollywood South Language Controversy) પર ખુલ્લીને પોતાના વિચાર રજૂ કર્યા છે.

રવિના ટંડને હિન્દી VS દક્ષિણ ફિલ્મોના મુદ્દા પર કરી ટિપ્પણી
રવિના ટંડને હિન્દી VS દક્ષિણ ફિલ્મોના મુદ્દા પર કરી ટિપ્પણી

By

Published : May 28, 2022, 2:32 PM IST

મુંબઈ:હિન્દી Vs સાઉથ ફિલ્મોને (Hindi Vs South Films) લઈને ચર્ચાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. આના પર બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને (Raveena Tandon) ખુલ્લેઆમ પોતાની વાત કહી છે. બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપનાર રવિનાએ કહ્યું કે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં (Bollywood South Language Controversy) કોઈ સ્પર્ધા નથી, કોઈ સરખામણી નથી. 90ના દાયકાની સુંદર અભિનેત્રીએ કહ્યું કે હું એવું નથી વિચારી રહી, દરેક ઈન્ડસ્ટ્રીમાં તે એક તબક્કો છે. તેણે કહ્યું કે, સાઉથમાં પણ તેઓ અલગ-અલગ પ્રકારની ફિલ્મો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડસ્ટ્રીમાં પણ આવું જ થઈ રહ્યું છે. તમે રિલીઝ થનારી દરેક હિન્દી ફિલ્મ (Bollywood Films) વિશે સાંભળ્યું હશે પરંતુ, તમે રિલીઝ થનારી દરેક સાઉથની ફિલ્મ વિશે સાંભળ્યું નહીં હોય. એક ન્યૂઝ ચેનલને આપવામાં આવેલ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે, સૌથી પહેલા તો તેને ભારતીય ફિલ્મ કહો. જ્યારે આપણા પ્રેક્ષકો સમગ્ર ભારત છે તો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ શા માટે ?

આ પણ વાંચો:સોશિયલ મીડિયાનો પ્રેમ પડ્યો મોઘો, લગ્ન બાદ વરરાજાને લાગ્યો આંચકો

રવિના ટંડન: તેમણે વધુમાં કહ્યું કે, RRR અને KGFના આંકડા પણ સમાન છે. અમારી ફિલ્મોએ પણ સારો દેખાવ કર્યો છે. રવિનાએ કહ્યું કે, તમે માત્ર સુપર સફળ સાઉથની ફિલ્મો (South Films) વિશે સાંભળો છો. આ બઘું અતિશય પ્રસિદ્ધ છે કે, કયા ઉદ્યોગમાં શું સાચું કે ખોટું? આપણે દરેક હિન્દી ફિલ્મ વિશે જાણીએ છીએ. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાનો ગુણોત્તર આના પર જ છે.

ABOUT THE AUTHOR

...view details