ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mirror Selfie: રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર - રશ્મિકા મંદન્નાની આગામી ફિલ્મ

'પુષ્પા' ફેમ ટોલિવુડની અભિનેત્રી રશ્મિકા મંદન્ના પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીર શેર કરતી રહે છે. તાજેતરમાં તેમણે મિરર સેલ્ફી સાથેની ઝલક બતાવતી તસવીર શેર કરી છે. રશ્મિકાની આ તસવીર ચાહકોને પસંદ આવી રહી છે. રશ્મિકા આગામી ફિલ્મ 'પુષ્પ 2'માં અલ્લુ અર્જુન સાથે જોવા મળશે.

રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર
રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર

By

Published : Jul 9, 2023, 12:17 PM IST

ટોલુવુડ : રશ્મિકા મંદન્ના ટોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેમને મોટી સંખ્યામાં ચાહકો ફોલો કરે છે. તે પોતાના ચાહકો સાથે તવસીર અને વીડિયો હંમેશા શેર કરતી રહે છે. હાલમાં જ રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીર જોઈ ચાહકો પ્રેમનો વરસાદ કરી હ્યાં છે.

મિરર સેલ્ફી શેર: શનિવારે રશ્મિકા મંદન્નાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની મિરર સેલ્ફી પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'મેેં મારી મિરર સેલ્ફી સરસ રીતે લેવાનું પ્રયાસ કરી રહી છું. તેમને શું લાગે છે મેં ખુબ જ સારી રીતે આ લીધી છે ને ? તસવીર જોતા જણાય છે કે, રશ્મિકા સેલ્ફી લેતી વખતે તેમની શાનદાર સ્માઈલ જોવા મળે છે. બીજી તસવીરમાં તેઓ તેમના મિત્રો સાથે મિરર તસવીર ક્લિક કરતી જોવા મળે છે.

રશ્મિકાની શાનદાર સ્માઈલ: તસવીરોમાં રશ્મિકા બ્લેક એન્ડ વ્હાઈટ ક્રોપ ટોટ અને જીન્સમાં જોવા મળી રહી છે. તેમણે પોતાના લુકને મિનિરલ મેકઅપ અને વાળને પાછળ બનમાં બાંધ્યા છે. 'પુષ્પા' ફિલ્મની અભિનેત્રીની આ તાજેતરની પોસ્ટ પર ચાહકો મનમૂકીને કોમેન્ટ કરતા નજર આવી રહ્યાં છે. એક યુઝરે રશ્મિકાને નેશનલ ક્રશ કહી છે. બીજ યુઝરે રશ્મિકાને ટીમની સાથેની સેલ્ફી ગમી છે. અન્ય યુઝરે તેમની ક્યૂટ સ્માઈલના વખાણ કર્યા છે.

રશ્મિકા મંદન્નાનો વર્કફ્રન્ટ: રશ્મિકા મંદન્ના પોતાના કેરિયરમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં હાહાકાર મચાવ્યા બાદ હવે આ વર્ષે વિકાસ બહલની ફિલ્મ 'અલવિદા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. રશ્મિકા મંદન્ના છેલ્લે નેટફ્લિક્સ પર 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. અભિત્રી સંદીપ રેડ્ડીની વાંગાની આગામી ફિલ્મ 'અનિમલ'માં જોવ મળશે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રશ્મિકા 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન સાથે પણ કામ કરી રહી છે.

  1. First Look : 'જવાન' રિલીઝ પહેલા, નયનતારાની એક તસવીર ટ્વિટર પર વાયરલ
  2. Naseeruddin Shah Daughter: નસીરુદ્દીન શાહની પુત્રીનું 53 વર્ષ બાદ બર્થ સર્ટિફિકેટ બનાવવાની અરજી, તપાસ ચાલુ
  3. Guru Dutts Birth Anniversary: ફિલ્મ નિર્માતા ગુરુ દત્તની જન્મજયંતી, અભિનેતાની ફિલ્મ સફર પર એક નજર

ABOUT THE AUTHOR

...view details