ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rashmika Mandanna : 80 લાખની છેતરપિંડી પર રશ્મિકા મંદન્નાએ તોડ્યું મૌન, જાણો સમગ્ર ઘટના - રશ્મિકા મંદન્ના

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાએ તેના મેનેજર દ્વારા 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું હતું. હવે અભિનેત્રીએ પોતે આ મામલાની સંપૂર્ણ સત્યતા જણાવી છે. રશ્મિકા મંદન્ના ફરી એક વાર સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા 2' માં જોવા મળશે.

80 લાખની છેતરપિંડી પર રશ્મિકા મંદન્નાએ તોડ્યું મૌન, જાણો સમગ્ર ઘટના
80 લાખની છેતરપિંડી પર રશ્મિકા મંદન્નાએ તોડ્યું મૌન, જાણો સમગ્ર ઘટના

By

Published : Jun 23, 2023, 12:28 PM IST

હૈદરાબાદઃસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને હિટ અભિનેત્રીઓમાંની એક રશ્મિકા મંદન્ના વિશે તાજેતરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, પુષ્પા અભિનેત્રી વિશે સમાચાર હતા કે, તેના મેનેજરે તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યાર પછી રશ્મિકાએ કોઈપણ પોલીસ ફરિયાદ કર્યા વિના તેના મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

રશ્મિકા મંદન્ના80 લાખ રૂપિયાની છેતરપિંડી

રશ્મિકા મંદન્નાનું નિવેદન: જો કે, આ સમાચારમાં ભૂતકાળમાં એક અપડેટ આવ્યું હતું, જેમાં તેને ખોટા જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે રશ્મિકા અને તેના મેનેજરનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા અને તેના મેનેજરે છેતરપિંડીની અફવાઓ પર પોતાનું મૌન તોડતા સત્તાવાર નિવેદન જારી કર્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે, બંનેએ સહમતિથી અને સૌહાર્દથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેતરપિંડીનો ઈન્કાર કર્યો: સત્તાવાર નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, રશ્મિકા અને તેના મેનેજર વચ્ચે પરસ્પર કોઈ દુશ્મનાવટ નથી અને તેણે આ છેતરપિંડીનો ઈન્કાર કર્યો છે. આમાં આગળ લખ્યું છે કે, અમારી વચ્ચે કોઈ નકારાત્મકતા નથી. અમે સૌહાર્દપૂર્ણ રીતે અલગ થઈ રહ્યા છીએ. આ અફવાઓમાં કોઈ સત્ય નથી અને હવે અમે અલગથી કામ કરીશું.

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: રશ્મિકા મંદન્ના છેલ્લે બે હિન્દી ફિલ્મો 'ગુડબાય' અને 'મિશન મજનૂ'માં જોવા મળી હતી. 'ગુડબાય' એ રશ્મિકા મંદન્નાની બોલિવૂડની ડેબ્યૂ ફિલ્મ હતી, જે સરેરાશ હતી. જ્યારે રશ્મિકા છેલ્લે સાઉથમાં સાઉથના સુપરસ્ટાર વિજય સાથે ફિલ્મ 'વારીશુ'માં જોવા મળી હતી. હવે રશ્મિકા મંદન્ના ફિલ્મ 'પુષ્પા-2' થી ચર્ચામાં છે. રશ્મિકા મંદન્ના ફરી એક વાર સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા 2' માં જોવા મળશે.

  1. First Runner Up In Mrs India: ડૉ. મૃણાલિની ભારદ્વાજે મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપનો ખિતાબ જીત્યો
  2. Rndeep Hooda: 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું, ક્રુ મેમ્બર્સને કહી મોટી વાત
  3. Ramesh Mehta: ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર રમેશ મહેતાની જન્મજયંતિ, જાણો તેમની કારકિર્દી વિશે

ABOUT THE AUTHOR

...view details