હૈદરાબાદઃ બોલિવૂડ ફિલ્મ 'ગુડબાય'થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી રહેલી સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ મુંબઈના 'લાલબાગચા રાજાના દરબાર'માં (Laal Baug cha Raja Darbar) બાપ્પાના દર્શન કર્યા (Rashmika Mandanna Lalbagh cha Raja Darshan) હતા. અભિનેત્રીને બાપ્પાના દર્શન માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. અભિનેત્રીને કોઈક રીતે બાપ્પાના ચરણોમાં લઈ જઈ દર્શન કર્યા હતા. તે જ સમયે, રશ્મિકા મંદાના સહિત ઘણા સ્ટાર્સે અહીં મુલાકાત લીધી હતી. જેમાં અજય દેવગન પોતાના પુત્ર સાથે અહીં પહોંચ્યો હતો અને અહીં સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ગણપતિ વિસર્જનના દિવસો ચાલી રહ્યા છે અને સેલેબ્સ લાલબાગચા રાજાના દરબારમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.
આ પણ વાંચો:ઉજ્જૈનમાં રણવીર આલિયાનો વિરોધ મંદિરની જગ્યાએ કલેક્ટરના ઘરે જવુ પડ્યુ
રશ્મિકા મંદાના બાપ્પાના દર્શન કરવા પહોંચી: રશ્મિકા મંદાના ફિલ્મ 'ગુડબાય'ની નિર્માતા એકતા કપૂર સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી. રશ્મિકા સુંદર જેકેટ ડ્રેસમાં અહીં પહોંચી અને ભગવાન ગણેશના દર્શન કર્યા. આ પહેલા રશ્મિકા ફેન્સને મળી હતી અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. તે જ સમયે, ચાહકો પણ રશ્મિકાને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.