ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ઓહ...જૂઓ આ ફેમ બોલિવૂડ એક્ટરે ખરીદ્યું 119 કરોડનું એક એપાર્ટમેન્ટ - બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ન્યૂ ઘર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈના એક પોશ વિસ્તારમાં 119 કરોડનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું (RANVEER SINGH DEEPIKA PADUKON BOUGHT A LUXURIOUS HOUSE ) છે. અભિનેતાએ મહેસૂલ વિભાગને રૂ. 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

ઓહ...જૂઓ આ ફેમ બોલિવૂડ એક્ટરે ખરીદ્યું 119 કરોડનું એક એપાર્ટમેન્ટ
ઓહ...જૂઓ આ ફેમ બોલિવૂડ એક્ટરે ખરીદ્યું 119 કરોડનું એક એપાર્ટમેન્ટ

By

Published : Jul 11, 2022, 1:18 PM IST

મુંબઈઃ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલમાંથી એક દીપિકા-રણવીરે મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું (RANVEER SINGH DEEPIKA PADUKON BOUGHT A LUXURIOUS HOUSE ) છે. આ કપલે મુંબઈના બાંદ્રાના પોશ એરિયા સ્થિત ટાવર 'સાગર રેશમ'માં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ (Luxurious apartment in Sagar Resham) ખરીદ્યું છે, જેની કિંમત 119 કરોડ રૂપિયા છે. આ ઘરની ખાસ વાત એ છે કે આ ટાવર સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના બંગલાની વચ્ચે આવેલો છે. આ કપલ હવે આ સુપરસ્ટાર્સના પડોશી પણ બની ગયા છે.

આ પણ વાંચો:'પોનીયિન સેલ્વન પાર્ટ 1'નું ટીઝર રિલીઝ, જુઓ ઐશ્વર્યા રાય બચ્ચનનો મહારાણી લૂક

દીપિકાના ઘરેથી સમુદ્રનો અદભૂત અને સુંદર નજારો જોવા મળે છે: તમને જણાવી દઈએ કે રણવીર-દીપિકાનું એપાર્ટમેન્ટ 16માં, 17માં, 18માં અને 19માં માળે આવેલું છે. તેનો કુલ કાર્પેટ વિસ્તાર 11,268 ચોરસ ફૂટ છે, જેમાં 1,300 ચોરસ ફૂટની વિશિષ્ટ ટેરેસ છે. રણવીર અને દીપિકાના ઘરેથી સમુદ્રનો અદભૂત અને સુંદર નજારો જોવા મળે છે. મળતી માહિતી મુજબ, અભિનેતાએ ફર્મ 'Oh Five Oh Media Works LLP' દ્વારા ખરીદી છે.

આ પણ વાંચો:Atal Bihari Vajpayee Biopic: આ અભિનેતા ભજવશે પૂર્વ પીએમ અટલજીની ભૂમિકા

મહેસૂલ વિભાગને રૂ. 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી: અભિનેતાએ મહેસૂલ વિભાગને રૂ. 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. બીજી તરફ, વર્ક ફ્રન્ટ પર, અભિનેતા છેલ્લે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. અભિનેતા આગામી સમયમાં રોહિત શેટ્ટીની 'સર્કસ' અને કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે, જેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details