મુંબઈ:બોલિવુડ એક્ટર રણબીર કપૂરની 'એનિમલ' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મની સત્તાવાર તારીખની જાહેરાત કરી છે. ટી-સિરીઝે 'એનિમલ'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મનું ટીઝરની રિલીઝની તારીખ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.
Animal Teaser Release Date: રણબીરની 'એનિમલ'નું ટીઝર આ ખાસ દિવસે રિલીઝ થશે, જાણો મોટા પડદા પર ફિલ્મ ક્યારે આવશે - રણબીર કપૂર એનિમલ રિલીઝ ડેટ
મેકર્સે બોલિવુડ સ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ'ના ટીઝરની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટીઝર રણબીર કપૂરના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મની રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.
Published : Sep 18, 2023, 3:04 PM IST
રણબીર ફિલ્મ એનિમલ ટીઝર રિલીઝ ડેટ:રણબીરની ફિલ્મ 'એનિમલ'નું ટીઝર તેમના જન્મદિવસ એટલે કે, તારીખ 28 સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર ટીઝર રિલીઝ ડેટની જાહેરાત કરી છે. નિર્માતાઓએ ટીઝર રિલીઝ કરવાનો સમય પણ આપી દીધો છે. 'એનિમલ'નું ટીઝર 10 વાગ્યે રિલીઝ થશે. આ ઉપરાંત ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીરનો લુક જોવા જેવો છે. પોસ્ટરમાં અભિનેતાનો લુક બિલકુલ ગેંગસ્ટર જેવો દેખાય છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે.
રણબીર કપૂર એનિમલ રિલીઝ ડેટ:ટીઝરની રિલીઝ ડેટની સાથે મેકર્સે ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી છે. રણબીર સ્ટારર ફિલ્મ 'એનિમલ' તારીખ 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'એનિમલ' ફિલ્મની સ્ટારકાસ્ટ મજબૂત છે. આ ફિલ્મમાં રણબીર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર, પરિણીતી ચોપરા, સૌરભ શુક્લા જેવા કલાકારો સામેલ છે. થોડા સમય પહેલા જ 'એનિમલ'નું પ્રી-ટીઝર રિલીઝ થયું હતું, જે અદભૂત હતું અને દર્શકોએ તેને ઘણું પસંદ કર્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રણબીર એક અલગ જ અવતારમાં જોવા મળશે.
- Asia Cup 2023 Final: એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનાર મોહમ્મદ સિરાજને શ્રદ્ધા કપૂરનો પ્રશ્ન, જાણો શું કહ્યું ?
- Jawan Box Office Collection Day 12: 'જવાન'ની રફ્તાર બરકરાર, ટૂંક સમયમાં દુનિયાભરમાં વગાડશે ડંકો
- Khufiya Trailer Release: તબ્બુ અલી ફઝલ સ્ટારર 'ખુફિયા'નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે