હૈદરાબાદ:બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી 'મિસિસ ચેટર્જી વિએસ નોર્વે'માં જોવા મળી હતી. તેમણે આ ફિલ્મથી પોતાની અભિનય કુશળતા સાબિત કરી હતી. મોલબોર્મમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે કરુણ ઘટના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તાજેતરમાં પ્રેગ્નન્સી દરમિયાન 5 મહિના સુધી સહન કરેલા અનુભવો શેર કર્યા હતા. રાની મુખર્જીએ પ્રેગ્નન્ટ અંગેની જાહેરમાં ચર્ચા કરી તે પ્રથમ ઘટના છે.
Rani Mukerji Miscarriage: એક ઈવેન્ટમાં રાની મુખર્જીએ કર્યો મોટો ખુલાસો, ઘટના સાંભળી થશે અચરજ - ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન
પ્રથમ વખત રાની મુખર્જીએ રોગચાળા દરમિયાન પ્રગ્નેન્સી સાથે સંકળાયેલા અનુભવો શેર કર્યા છે. મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલતી વખતે અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો હતો કે, શા માટે તેમણે અંગત બાબત વિશે ખુલાસો કર્યો ન હતો.
રાની મુખર્જીએ કર્યો આશ્ચર્યજનક ખુલાસો: વર્ષ 2014માં રાની મુખર્જીએ બોલિવુડ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા પ્રોડક્શન હાઉશના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી રાનીને એક પુત્રી છે. હવે રાની મુખર્જીએ બજી પ્રેગ્નેન્સી અંગે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ઓસ્ટ્રેલિયા મલેબોર્નમાં આયોજિત 14માં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં રાની મુખર્જીએ પોતે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તે પ્રેગ્નેન્સીની પરિસ્થિતીમાંથી પસાર થઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોરોના પીરિયડ ચાલી રહ્યો હતો. તે દરમિયાન 5 મહિનાથી પ્રેન્ગેન્ટ હતી.
રાની મુખર્જીએ અંગત બાબત દબાવી રાખી હતી: રાની મુખર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ "મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે''ના શૂટિંગ અને પ્રમોશન દરમિયાન આ અંગે કંઈ પણ કહ્યું ન હતું. કારણ કે, તેમને લાગી રહી રહ્યું હતું કે, આ ફિલ્મનું ઈમોશનલ પ્રમોશન માની લેશે. રાનીએ આગળ જણાવ્યું હતું કે, આ દુખદ ઘટનાના લગભગ 10 દિવસ પછી તેમને નિખિલ અડવાણીએ 'મિસિસ ચેટર્જી વિએસ નોર્વે' માટે બોલાવી હતી. આ દરમિયાન ફિલ્મમાં લીડ કરવાની ઓફર કરી હતી. અહિં તમણે પોતાની પર્સનલ લાઈફ વિશે કશું પણ કહ્યું ન હતું. રાની મુખર્જીએ આ વાતને પોતાના દિલમાં દબાવી રાખી હતી. આ ફિલ્મ માટે તેમણે હા પાડી હતી. કારણ કે, પોતે આ તબક્કમાંથી પસાર થઈ રહી હતી.